પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ધરણોધર ગામના મંદિરમાં પૂજારીની પત્નિને અન્ય યુવક સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. પૂજારી મંદિરમાં ગયા હતા ત્યારે પત્નિએ પ્રેમીને ઘરે બોલાવતાં બંને ઘરમાં શરીર સુખ માણવામાં મસ્ત હતાં ત્યાં પૂજારી આવી જતાં બંને રંગે હાથ ઝડપાઈ ગયાં હતાં. એ વખતે પ્રેમી ભાગી ગયો હતો પણ પૂજારીએ પત્નિ પર નજર રાખવા માંડતાં બંનેની કામલીલામાં વિઘ્ન આવતાં પ્રેમીએ પોતાના ખેતરમાં કામ કરતા ભાગિયાને સોપારી આપી પૂજારીની હત્યા કરાવી દીધી હતી.
આ કેસની વિગત એવી છે કે, બનાસકાંઠાના ધાનેરાના ધરણોધર ગામે મંદિરના પૂજારીની હાથ બાંધી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, મૃતક પૂજારી રમેશભારથી ગોસ્વામીની પત્નીને ગેલા ગામના શિવાભાઈ પટેલ સાથે શારીરિક સંબંધો હતા. પૂજારી મંદિરમાં જાય ત્યારે બંને પૂજારીના ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં પણ એક દિવસ પૂજારી બંનેને શારીરિક સંબંધોમાં મગ્ન જોઈ જતાં તેણે પત્નિ પર નિયંણત્રમો મૂકી દીધાં હતાં.
બીજી તરફ પૂજારીની પત્નિ અને પ્રેમીને મળ્યા વિના ચાલતું નહોતું તેથી તેમણે પૂજારીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મૃતકની પત્નીના પ્રેમી શિવા પટેલે તેના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા રાજસ્થાનના મજૂરને સાડા ત્રણ લાખમાં પૂજારીની હત્યા કરવાની સોપારી આપી હતી. રાજસ્થાનના બે મજૂરે સોપારી લઈ પૂજારીને વિધીના બહાને મળવા બોલાવી તેના હાથ બાંધી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. જો કે એલસીબી પોલીસે તપાસમાં પૂજારીની પત્નિના લફરાની જાણ થતાં પોલીસે 3 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરઃ પૂજારીની પત્નિને યુવક સાથે બંધાયા સંબંધ, ઘરમાં જ પ્રેમી સાથે કરી રહી હતી કામક્રિડા ને પૂજારી આવી ગયા, જાણો પછી શું થયું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Nov 2020 09:31 AM (IST)
મૃતક પૂજારી રમેશભારથી ગોસ્વામીની પત્નીને ગેલા ગામના શિવાભાઈ પટેલ સાથે શારીરિક સંબંધો હતા. પૂજારી મંદિરમાં જાય ત્યારે બંને પૂજારીના ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં પણ એક દિવસ પૂજારી બંનેને શારીરિક સંબંધોમાં મગ્ન જોઈ જતાં તેણે પત્નિ પર નિયંણત્રમો મૂકી દીધાં હતાં.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -