કાંકરેજઃ બનાસકાંઠામાં પ્રેમી યુગલે દુપટ્ટાથી એકબીજાના હાથ બાંધીને નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. અજાણ્યા યુગલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કાંકરેજની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક યુવતીની લાશ મળી આવી છે. મૃતક યુવકે લાલ કરનો શર્ટ અને પેન્ટ પહેરેલા છે, જ્યારે યુવતીએ સાડી પહેરેલી છે. જોકે, આ યુવક યુવતીની ઓળખ થઈ શકી નથી.
કાંકરેજના ખારીયા રોણકપુર વચ્ચે ખેગારપુર મુખ્ય નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી છે. અજાણ્યા યુવક-યુવતીની લાસ મળતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક તરવૈયા અને પોલીસ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી. થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જોકે, કેનાલમાં ઝંપલાવવાનું કારણ અકબંધ છે. લાશને પીએમ અર્થે થરા રેફરલ ખસેડાઇ.
Banaskantha: શિક્ષિકાનો અશ્લીલ વીડિયો બનાવી ડોક્ટરે વારંવાર માણ્યું શરીરસુખ ને પછી તો....
બનાસકાંઠાઃ વડગામના સીએચસીના ડોક્ટર સામે બળાત્કારની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. વડગામ CHCના ડૉકટર અનિલ ડાભી સામે બળાત્કારની ફરીયાદ નોંધાઇ છે. શિક્ષિકાનો અશ્લીલ વિડીયો ઉતારી વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. વડગામ CHCના ડૉકટર સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પીડિતાના પતિને અશ્લીલ વિડીયો મોકલી બદનામ કરવામાં આવી હતી. 2012થી શિક્ષિકાને ડરાવી ધમકાવી શારીરિક શોષણ કરાતું હતું. વડગામ પોલીસ IPC કલમ 376 અને IT એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Banaskantha : ગ્રાહકે બે હજાર રૂપિયામાં યુવતી સાથે મજા કરવાનું નક્કી કર્યું, યુવતી સાથે મજા કરવા રૂમમાં ગયો ને....
થરાદઃ બનાસકાંઠામાં સ્પાની આડમાં ચાલતાં પ્રોસ્ટિટ્યૂટ રેકેટનો પર્દાફાશ થયો છે. થરાદમાં સ્પાની આડમાં રેકેટ ચલાવતા મેનેજરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ હતી. જ્યારે સ્પાનો માલિક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્પાની આડમાં બહારથી યુવતીઓ લાવી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચાલતું હોવાની બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, થરાદ પોલીસને બાતમી મળી હતી કે, થરાદમાં બોમ્બે માર્કેટ સ્થિત કર્ણાવતી ડેરની ઉપર આવેલા એ-વન સ્પામાં બહારથી યુવીતઓ લાવી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચલાવવામાં આવે છે. આથી પોલીસે ડમી ગ્રાહકને બે હજાર રૂપિયા આપીને મોકલ્યો હતો. ડમી ગ્રાહક સ્પામાં પહોંચતા મેનેજર રૂમમાં બેઠેલી એક યુવતી બતાવી હતી. જેની સાથે મજા કરવાના બે હજાર રૂપિયા નક્કી કર્યા હતા.
બીજી તરફ ડમી ગ્રાહકનો ઇશારો મળતાં જ પોલીસ ત્રાટકી હતી. તેમજ સ્પાના મેનેજર મેહુલ પટેલની ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્પામાંથી મળી આવેલી બે યુવતીઓને મુક્ત કરાવી હતી. પોલીસે બંને યુવતીઓને તપાસ કરતાં બંને યુવતીઓને ઉત્તર પ્રદેશથી લાવીને રેકેટ ચલાવાતું હતું. એક યુવતી પાંચ દિવસથી અને બીજી છેલ્લા 12 દિવસથી અહીં આવી હતી. યુવતીઓને એક હજાર રૂપિયા આપીને ગ્રાહકો સાથે શારીરિક સંબંધ બંધાવાતા હતા. જ્યારે એક હજાર રૂપિયા સ્પાના માલિક રાખતા હતા. પોલીસે મેનેજરની અટકાયત કરી હતી. જ્યારે માલિક સહિત બંન્ને સામે ધી ઇમોરલ પ્રિવેન્સન એક્ટ 1956ની કલમ મુજબ 3,4,5,6,7,8 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.