US Tornado: અમેરિકામાં તોફાનને કારણે ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેન્ટકી (Kentucky) રાજ્યને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.


તોફાને અમેરિકામાં તબાહી મચાવી છે. 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવને અમેરિકાના 6 રાજ્યોમાં ભારે તારાજી સર્જી છે. આ ટોર્નેડોના કારણે ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ સૌથી વધુ વિનાશ કેન્ટકીમાં થયો છે. અહીં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. હજારો લોકો બેઘર બન્યા છે.


અમેરિકામાં વાવાઝોડાએ સર્જી તબાહી


અમેરિકાના કેન્ટકી રાજ્યમાં વાવાઝોડાએ  તબાહી મચાવી છે. રાજ્યના મેફિલ્ડ સહિત અનેક વિસ્તારોમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 100 લોકોના મોતની આશંકા છે. આ આંકડો હજુ વધી શકે છે. રિપોર્ટ અનુસાર મેફિલ્ડ વિસ્તારમાં આવેલી કેન્ડલ ફેક્ટરીને તોફાનને કારણે ઘણું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ જ્યારે વાવાઝોડું મીણબત્તીની ફેક્ટરીમાં ત્રાટક્યું ત્યારે સેંકડો કામદારો તેમાં કામ કરી રહ્યા હતા.


રેસ્ક્યુ ઓપરેશન ચાલું


જણાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, ઘણા મકાનો ભારે નુકસાન પહોંચ્યું છે.  મૃત્યુઆંક વધવાની આશંકા છે. અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તેને ઈતિહાસનું સૌથી મોટું તોફાન ગણાવ્યું છે. ગવર્નર એન્ડી બેશિયરે તોફાનને લઈને કેન્ટકીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પ્રશાસને કહ્યું કે, રાહત અને  બચાવની ટીમ દરેક રાજ્યોમાં તૈનાત છે.


કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે આ તોફાનને તેમના રાજ્યના ઈતિહાસનું સૌથી ભયાનક તોફાન ગણાવ્યું હતું. તેમણે રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરી છે. તેમણે ઘણી જગ્યાએ કાટમાળ નીચે દટાયેલા લોકોની પુષ્ટિ કરી છે અને આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક 100ને પાર જઇ  શકે છે. કેન્ટકીમાં 2 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તોફાનમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો


UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?