મહેસાણાઃ કોરોનાની માહમારીને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને પગલે લોકો ઘરમાં જ પુરાઈ ગયા છે, ત્યારે રસ્તાઓ સૂમસામ બન્યા છે. બીજી તરફ સૂમસામ રસ્તાઓ પર પશુઓ બિંદાસ્ત રીતે બહાર નીકળી રહ્યા હોવાના સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં રીંછ રસ્તા પર બિંદાસ્ત ફરતું જોવા મળ્યું છે.

મળતી વિગતો પ્રમાણે મહેસાણાના વડનગર નજીકની આ ઘટના છે. વડનગરના કરબટીયા અને ઊંઢઈની સીમમાં રીંછ જોવા મળ્યું હતું. પોલીસ અને ફોરેસ્ટ વિભાગ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. એટલું જ નહીં, રીંછ આવ્યું છે તે વિસ્તારને કોર્ડન કરાયો છે. તેમજ રીંછને પકડવાની કામગીરી ચાલું કરવામાં આવી છે.