પાલનપુરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોનાના વધુ છ કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 63એ પહોંચી છે. આજે આવેલા 14 કેસો કાંકરેજ, દિયોદર, ધાનેરા, દાંતીવાડા અને સામઢીમાં નોંધાયા છે.

આ કેસોની વિગતો જાણીએ તો બે કેસ ધાનેરા તાલુકામાં નોંધાયા છે, જેમાંથી કાંકરેજમાં 6, સામઢીમાં 3, દિયોદરમાં 2, ધાનેરામાં 2 અને દાંતીવાડામાં 1 કેસ નોંધાયો છે. બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 14 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે એકનું મોત થયું છે.