Khyati Multispeciality Hospital: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ વિવાદમાં કોંગ્રેસ નેતાએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે, અને આરોપી તબીબોની ધરપડક કરવાની માંગ કરી દીધી છે. ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, અહીં બે દર્દીઓના સ્ટેન્ટ મુક્યા બાદ મોત થતા હવે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ મોટુ નિવેદન આપ્યુ છે. બળદેવજી ઠાકોરે ખ્યાતિ હૉસ્પિટલ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.


અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના મોતના વેપારને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. કલોકના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ખ્યાતિ હૉસ્પિટલ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે, અગાઉ પણ સ્ટેન્ટ મુક્યા બાદ બે દર્દીના થયા થયા હતા. ખ્યાતિ હૉસ્પિટલ અને આરોગ્ય વિભાગ પર બળદેવજી ઠાકોરનો ગંભીર આરોપો લગાવ્યા છે. ખ્યાતિ હૉસ્પિટલ મફ્ત સારવારના નામે આયુષ્માન કાર્ડમાંથી રૂપિયા કમાય છે. અગાઉ કડીના વાધરોડા ગામના બે લોકોના પણ મોત થયા હતા. વાધરોડાના લોકોને મફ્ત સારવારના નામે સ્ટેન્ટ મુક્યા હતા. આયુષ્માન કાર્ડ યોજનામાં આરોગ્ય વિભાગની મીલીભગતથી મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. બળદેવજી ઠાકોરે માંગ કરી છે કે, ખ્યાતિ હૉસ્પિટલના તબીબો સામે પોલીસ ફરિયાદ થવી જોઇએ અને બેદરકાર તબીબોની ધરપકડ થવી જોઇએ. 


અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ વિવાદના ઘેરામાં આવી છે. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ યોજ્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હૉસ્પિટલમાં લવાયા હતા. તેમજ જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી દીધાંનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યાનો પરિવારજનોનો આક્ષેપ કર્યો છે.


આ પણ વાંચો


Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ