Mehsana: મહેસાણાની સૌથી મોટી ડેરી દૂધસાગર ડેરીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દૂધસાગર ડેરીમાં ફરી એકવાર અઢી વર્ષ માટે અશોક ચૌધરીનું સામ્રાજ્ય યથાવત રહેશે, ભાજપે ફરી એકવાર અશોક ચૌધરીને ડેરીના ચેરમેન માટેનુ મેન્ડેડ આપ્યુ છે. આ મેન્ડેટ મળતાની સાથે જ અઢી વર્ષની ટર્મમાં ડેરીમાં અશોક પટેલનું સામ્રાજ્ય રહેશે. ખાસ વાત છે કે, દૂધ સાગર ડેરીનું નામ ગુજરાત જ નહીં પણ વિશ્વભરમાં જાણીતું છે. એક સમયે એશિયા ખંડની સૌથી મોટી ડેરી હોવાનું બિરુદ હતું.


માહિતી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રની સૌથી મોટી ડેરી દૂધસાગર ડેરીમાં ફરી એકવાર અશોક ચૌધરીનો દબદબો જોવા મળ્યો છે. ભાજપે ફરી એકવાર દૂધસાગર ડેરીના ચેરમેન પદ માટે તેમના નામે મેન્ડેડ જાહેર કર્યુ છે. આ મેન્ડેડ મળ્યા બાદ હવે અઢી વર્ષની ટર્મ માટે અશોક ચૌધરી ડેરીના ચેરમેન પદે રહેશે. આ તેમની સતત બીજી ટર્મ રહશે. અશોક ચૌધરી એ ચૌધરી સમાજના યુવા સહકારી નેતા છે. 
 
દૂધસાગર ડેરીના સુકાની અશોક ચૌધરી કોણ છે?
અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે. 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. ત્રણ બાળકોના કાયદામાં પાલિકા પ્રમુખ પદેથી સસ્પેન્ડ થયા હતા. મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. મહિલા સ્વાવલંબન યોજના સમિતિના હાલ સભ્ય છે. દૂધ સાગર ડેરીમાં આ પહેલા ડિરેક્ટર હતા. મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે. શાંત અને નિખાલસ સ્વભાવના અશોક ચૌધરીનું સમાજમાં સારુ વર્ચસ્વ છે.


આ પણ વાંચો


Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા