ડીસાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે રાજ્યમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. હવે વધુ એક કોંગ્રેસના નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે.
મળતી વિગતો પ્રમાણે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ગોવાભાઈ દેસાઈ કોરોના સંક્રમિત થયા છે. ગોવાભાઈ દેસાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, કોરોના સંક્રમણ છતાં સ્વાસ્થ્ય સારૂં છે. ફેમિલી ફિઝિશિયનનું કન્સલ્ટિંગ કરી હોમ ક્વોરેન્ટાઇન થયા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપના ચાર સાંસદો, મંત્રીઓ, ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત નેતાઓ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમજ મોટા ભાગના સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.
ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2020 10:24 AM (IST)
ડીસાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ગોવાભાઈ દેસાઈ કોરોના સંક્રમિત થયા છે. ગોવાભાઈ દેસાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, કોરોના સંક્રમણ છતાં સ્વાસ્થ્ય સારૂં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -