Mehsana : સક્રિય રાજકારણમાથી બ્રેક લેનાર ભરતસિંહ સોલંકી સામાજિક કાર્યમાં એક્ટિવ થયા છે.ભરતસિંહ સોલંકી મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ગામડાઓનો પ્રવાસ કર્યો. ભરતસિંહે ઠાકોર સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મંદિરમાં વિશ્વપ્રસિદ્ધ ઉમિયા માતાજીની પૂજા કરી હતી અને ગ્રામીણ વિસ્તારમાં ઘોડે ચડીને ભરતસિંહ સોલંકીએ પ્રવાસ કર્યો હતો. આ અંગે ભરતસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં લખ્યું -
“આજરોજ મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વિશ્વપ્રસિદ્ધ ઉમિયા માતાજીના દર્શનનો લ્હાવો લીધો. ત્યારબાદ ઊંઝા તાલુકાના ડાભી ગામે ક્ષત્રિય- ઠાકોર સમાજના આગેવાનો સાથે ખાટલા પરિષદ કરી સમાજના પ્રશ્નો તેમજ સમાજ ઉપયોગી વિચારોનું આદાન-પ્રદાન કર્યું.”
કોંગ્રેસના મોટા મહિલા નેતાની દાદાગીરી
કોંગ્રેસના એક મોટા મહિલા નેતાની દાદાગીરી સામે આવી છે. તેલંગાણાના હૈદરાબાદમાં કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ એક પોલીસ કર્મચારીને કોલરથી પકડી રાખ્યો હતો અને ધમકાવ્યો હતો. રાહુલ ગાંધીને EDના સમન્સને લઈને હૈદરાબાદમાં પાર્ટીના વિરોધ દરમિયાન અન્ય પોલીસ કર્મચારીઓ તેમેંને લઈ જઈ રહ્યા હતા ત્યારે રેણુકા ચૌધરીએ એક પોલીસ જવાનનો કોલર પકડ્યો હતો.
તેલંગાણાના હૈદરાબાદમાં પોલીસ જવાનનો કોલર પકડી તેને કથિત રીતે ધમકાવવાના આરોપ બદલ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી સામે FIR નોંધાઈ છે. રેણુકા ચૌધરી અને તેલંગણા કોંગ્રેસ અધ્યક્ષ રેવંથ રેડ્ડી સામે IPC કલમો 151, 140, 147, 149, 341, 353 (જાહેર સેવકને તેની ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ફોજદારી બળ) હેઠળ FIR નોંધવામાં આવી છે.