બનાસકાંઠા : દ્વારકા ખાતે કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થયો છે. કોંગ્રેસના નેતાઓ વિધાનસભાની ચૂંટણી પહેલા દ્વારકા ખાતે ચિંતન કરી રહ્યા છે. જોકે, આ જ સમયે ભાજપે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગઢમાં ગાબડું પાડ્યું છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના વિસ્તારના આગેવાનો ભાજપમાં જોડાયા છે. 


ભારતીય જનતા પાર્ટીમાં શિક્ષણ મંત્રી કિર્તીસિહ વાઘેલાના હસ્તે જોડાઈ કેસરીયો ધારણ કર્યો. કાંકરેજ તાલુકાના કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યો ઉપપ્રમુખ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા. શિક્ષણ મંત્રી કિર્તીસિહ વાઘેલાની ઉપસ્થિતિમાં કેસરીયો ધારણ કર્યો. કાંકરેજમાં તાલુકા કોંગ્રેસમાં પાડ્યું ભાજપે ગાબડું.


કોંગ્રેસ ચિંતિન શિબિરઃ પહેલા દિવસે કયા કયા મુદ્દા પર થઈ ચર્ચા? જાણો મોટા સમાચાર


દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ આજથી દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર શરૂ થઈ છે. ચિંતન શિબિર પહેલા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા ધજા પૂજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ધજાનું પૂજન કર્યું હતું. પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ પૂજામાં જોડાયા હતા. 


આજે કોંગ્રેસની ચિંતન સિબિરમાં પહેલા દિવસે અલગ અલગ મુદ્દા પર થઈ ચર્ચા. સિનિયર લીડરની આગેવાનીમાં 10 ગ્રૂપ પાડી ચર્ચા કરાઈ. કમરતોડ મોંઘવારી, ખાડે ગયેલી અર્થ વ્યવસ્થા, બેરોજગારી અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો. ખેડૂતોના સળગતા સવાલ,  આરોગ્ય અને કોરોનામાં ગેરવહીવટ,  કાયદો-વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી. બેફામ ભ્રષ્ટાચાર,  મહિલાઓ અત્યાચાર, શિક્ષણ અને શહેરી સમસ્યા મુદ્દાઓ પર મંથન કરાયું. કોંગ્રેસ સંગઠન સામેના પડકારો કયા છે એના પર પણ મંથન થયું. હાજર સભ્યોએ મુદ્દોઓને લઇ પોતાના મંતવ્ય રજુ કર્યા હતા. 


ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કાર્યકર્તાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, જેમની સામે લડાઈ લડવાની છે તે સાચા માણસો નથી, કાવતરા ખોર છે. ભાજપનો સામનો કરવાની તાકાત દ્વારકાધીશ આપે તેવી પ્રાર્થના. સત્ય-અસત્ય , ધર્મ-અધર્મની લડાઈમાં સંખ્યા મહત્વની નથી. મહાભારત અને રામાયણમાં જ જોઈલો, કંસ-કૃષ્ણનું યુદ્ધ જોઈલો. તમામમાં સંખ્યા નહિ પણ વિચાર અને વિચારધારા મહત્વની છે. 1885 પછી કેટલાય તડકા અને છાયડા કોંગ્રેસમાં આવ્યા. મીડિયામાં આવતી નાની-મોટી વાતોને અવગણો. નિરાશા અને માયુશી કોંગ્રેસના વિચારમાંના હોય. દ્વારકાની ભૂમિ પરથી નક્કી કરો કે અંગ્રેજો સામે આપણે ઝુક્યા નથી તો ભાજપ શુ ચીજ છે..!! કોંગ્રેસ 5-10 લોકોથી ચાલતી પાર્ટી નથી, કરોડો કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે. દુનિયાની કોઈપણ તાકાત રૂપિયાથી કે દબાણથી ખરીદી કે દબાવી નહિ શકે.


2022ની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ આજથી મંથન શરૂ કરાયું છે. કોંગ્રેસની ત્રી દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થયો. 450 જેટલા કોંગ્રેસના આગેવાનો વિવિધ વિષય ઉપર સમગ્ર દિવસ ચર્ચા કરશે. 35 - 35ના જૂથમાં અલગ અલગ વિષયો પર કોંગ્રેસના આગેવાનો કરશે ચર્ચા. ગુજરાત કોંગ્રેસના આગેવાનો, સાંસદ, પૂર્વ સાંસદ કરશે મંથન. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના સભ્યો કરશે ચર્ચા. બેરોજગારી, શિક્ષણ, ખેતી, મોંઘવારી અને મહિલા સુરક્ષા જેવા મુદ્દે કરશે ચર્ચા.


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વીટ પર MLA વિરજી ઠુમ્મરનું નિવેદન સામે આવ્યું છે. જમીન સોદામાં રૂ. પ૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે.  ૧૧૧ એકર જમીનના ઝોન ફેરની વાત છે. વિજય ભાઇ રૂ. ૭૫ કરોડની જગ્યાનો દાવો કરે છે. રૂ. ૮૦ કરોડમાં જગ્યા વેચવી હોય તો મારી પાસે ઘણા ખરીદદાર છે. આનંદપરમાં એક એકરનો ભાવ પાંચ કરોડ છે. આ જમીન રૂ. ૧૦૦૦ કરોડ કરતાં વધારેની કિંમતની છે. અમે ફેક્ટ રજુ કર્યું છે એમાં જો કોઇ ખોટું હોય તો માહિતી આપવા વાળા સામે પગલાં લઇ શકો છો.