પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, ગુજરાતમાં રિકવરી રેટ પણ વધુ છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે કોરોનાને મ્હાત આપી છે. રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઇએ કોરોનાને મ્હાત આપી છે. રઘુભાઈ દેસાઈનો નેગેટિવ રિપોર્ટ આવતાં ડિસ્ચાર્જ કરાયા છે.


નોંધનીય છે કે, 25 જુલાઈએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગઈ કાલે નેગેટિવ રિપોર્ટ આવતાં આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સી.જે. ચાવડાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ સારવાર હેઠળ છે.

અગાઉ ભાજપના જગદીશ પંચાલ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, રમણ પાટકર, વી.ડી. ઝાલાવાડીયા, કેતન ઇનામદાર કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, ચિરાગ કાલરિયા પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.