પાટણઃ સરસ્વતી તાલુકાના પાંચ શખ્સો દ્વારા સગીરા પર બળાત્કાર ગુજાર્યા પછી તેની બહેનપણી પર પણ બળાત્કાર ગુજાર્યો હોવાના ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સગીરાને પ્રેમસંબંધની લાલચ આપી પાંચ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં પોલીસે સગીરાની ફરિયાદ લઈ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
હવસખોરોએ સગીરા સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ સગીરાની કૌટુંબિક બહેન અને બહેનપણીને પણ આ હવસખોરોમાંથી એકે પ્રેમસંબંધ બાંધ્યો હતો. તેમજ તેના પર અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. સરસ્વતી તાલુકાના એક જ ગામમાં રહેતી બે સગીરાને આ જ ગામે રહેતા એક વ્યક્તિ દ્વારા પ્રેમજાળમાં ફસાવી હતી.
જ્યારે બીજા શખ્સ દ્વારા અન્ય સગીરાને લગ્નની લાચ આપી અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. ગત ત્રીજી ઓગસ્ટે રાત્રે એક વાગ્યા આસપાસ અન્ય શખ્સે સગીરાને તબેલામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, અન્ય બે શખ્સોએ પણ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ શખ્સો દ્વારા સગીરાને ઘરે કોઇને આ અંગે વાત કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે વાગડોદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણઃ સગીરા પર બળાત્કાર ગુજારનારા 5 હવસખોરે છોકરીની બહેનપણી પર પણ ગુજાર્યો બળાત્કાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2020 11:16 AM (IST)
સગીરાને પ્રેમસંબંધની લાલચ આપી પાંચ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં પોલીસે સગીરાની ફરિયાદ લઈ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -