મહેસાણાઃ ગુજરાતમાં આજે અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ તેમજ ઉત્તર ગુજરાતમાં થઈને વાવાઝોડું પસાર થવાનું છે, ત્યારે કેટલાક જિલ્લાઓ દ્વારા સાવચેતીના ભાગ રૂપે એસટી બસોના તમામ રૂટો બંધ કરી દીધા છે. સાબરકાંઠામાં તાઉતે વાવાઝોડાને લઈ હિંમતનગર વિભાગની તમામ એસટી બસોના રૂટ બંધ કરાયા. એસ ટી બસોના રૂટ બંધ કરાતા હિંમતનગર ડેપો ખાતે મુસાફરો અટવાયા. જિલ્લામાં પસાર થતી તમામ બસોના રૂટ બંધ કરાયા.
બનાસકાંઠામાં ST વિભાગે તમામ રૂટ બંધ કર્યા છે. STની તમામ બસો વાવાઝોડાને લઈ બંધ રહેશે. STના 173 શિડ્યુલ અને 650 રૂટ બંધ રહેશે. તંત્રની બીજી સૂચના ન મળે ત્યાં સુધી રૂટ બંધ રહેશે. મહેસાણા ડિવિઝનના 300 રુટોની બસ સેવા બંધ કરાઈ.
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા સરકારી બસોના રુટ બંધ કરાવી મુસાફરોની વ્યવસ્થા કરાઇ. ધ્રાંગધ્રા પંથકમાં તોક્તે વાવાઝોડાની અસર ગઇકાલે મોડી રાત્રીથી જ શરુ થતા સ્થાનિક તંત્ર એલટઁ દેખાય રહ્યુ છે. સુરેન્દ્રનગર ધ્રાગધ્રા ચોટીલા આવતી-જતી તમામ બસોને બંધ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ચોટીલા એસ.ટી સ્ટેન્ડ ખાતે સ્થગીત કરી દેવાઇ છે. ધ્રાગધ્રામા ઉપરથી આવતા અંદાજે 11 રુટની સરકારી બસોના પૈડા થંભી જતા આશરે 120 જેટલા મુસાફરોને સ્થગિત કરવામાં આવ્યા છે. જમવાની સગવડતા કરી ધામિક સંસ્થાઓ સામાજિક કાર્યક્રર દ્રારા મુસાફરોને તકલીફ પડે નહિ તે માટેની ખાસ વ્યવસ્થા હાથ ધરાઇ છે.
લીંબડી તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે તમામ એસ.ટી. બસો બસ સ્ટેન્ડમાં જ રોકી દેવામાં આવી. સાવચેતી રૂપે લીંબડી એસ.ટી. બસ સ્ટેન્ડમાં આવતી અને જતી તમામ એસ.ટી. બસો સહીત મુસાફરોને બસ સ્ટેન્ડમાં જ રાખવામાં આવ્યા. વાવાઝોડા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ કે દુર્ધટના ન બને તેના માટે સાવચેતી રૂપે પગલાં લેવામાં આવ્યાં.