મહેસાણા: વડનગર તાલુકાના સુલીપુરા ગામનો યુવક સિક્કમ ખાતે સેનામાં ફરજ બજાવતા હતો. બે દિવસ પહેલ એક અકસ્માતમાં તે શહીદ થયો હતો. હવે આજે શહીદ ઠાકોર રાયસંગજી સવાજીનો પાર્થિવ દેહને તેના વતન લાવવામાં આવ્યો હતો. સિક્કિમમાં બોડર પર ફરજ દરમિયાન ટ્રક નદીમાં પલટાતા આર્મી જવાનનુ મોત થયું હતું. નદીમાં ટ્રક સાથે જવાન ગરકાવ થતાં બે દીવસ બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો.
વડનગર તાલુકા સુલીપુર ગામનાં જવાન શહીદ થતા ઠાકોર સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે. આજે આર્મી જવાનના પાર્થીક દેહને તેમનાં વતન લાવી સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. રાજકિય અગ્રણીઓ અને ઉંઝાના ધારાસભ્ય શહીદને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ગામ લોકો પણ હાજર રહ્યા છે. ભારત માતા કી જય ના નારા સાથે શહીદને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.
PSIનું હાર્ટ એટેકથી મોત
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી હાર્ટ એટેકના કારણે મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે. બોટાદના પી.એસ.આઈ.નું પણ હાર્ટ એટેક ના કારણે મોત થયું છે. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મોડી રાત્રે એટેક આવતા થયું મોત થયું હતું. પી.એસ.આઈ.ના મોતને લઈ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજ્યમાં ચાલુ વર્ષે હૃદયરોગના હુમલામાં થયો નોંધપાત્ર પધારો, આંકડો જાણીને ચોંકી જશો
રાજ્યમાં ચાલુ વર્ષે હૃદયરોગના હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 27 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં 108 ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2023માં 108 ને હૃદયરોગના હુમલા સબંધિત 5787 કોલ મળ્યા છે.
કયા શહેરમાં કેટલા કોલ મળ્યાં
ફેબ્રુઆરી મહિનો ઘાતક
વર્ષ 2022 કરતા વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદયરોગના હુમલા સબંધિત કોલમાં ઉછાળો આવ્યો છે. વર્ષ 2023માં હૃદયરોગના હુમલા સબંધિત 45.48 ટકા કોલ વધ્યા. વર્ષ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં 108ને 4019 કોલ મળ્યા હતા, જયારે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં 108 ને 5847 કોલ મળ્યા છે.