મહેસાણાઃ મહેસાણા-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, મહેસાણા-ચાણસ્મા હાઈવે પર બાઇક ચાલકને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે બાઇક ચાલકે સંતુલન ગુમાવ્યું અને બાઇક ટ્રકની પાછળ ફસાઈ ગઈ હતી. બાઇક ફસાઈ ગઈ હોવા છતાં ટ્રક ચાલકે એક કિલોમીટર સુધી ઘસેડ્યો હતો. જો કે આસપાસના અન્ય વાહન ચાલકો બૂમાબૂમ પણ કરી પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.


Amreli: મોટા આકડિયા ગામ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, માતા-પિતાની નજર સામે ત્રણ વર્ષના પુત્રનું મોત


Amreli Accident:  અમરેલી જિલ્લામાં બેફામ દોડતાં વાહનોના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોટા આંકડીયા ગામે રહેતો એક યુવક તેના પરિવાર સાથે જતો હતો ત્યારે ભાર રીક્ષા ચાલકે આવી ટક્કર મારતાં તેમના ત્રણ વર્ષીય બાળકનું નીચે પટકાવાથી મોત થયું હતું. અકસ્માત બાદ રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો.


બનાવ અંગે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બાબાદેવ ફળીયાના અને હાલ મોટા આંકડીયા ગામે જેન્તીભાઈ બોદરની વાડીએ રહેતા શહાદત પીડુભાઈ વસુનિયા (ઉ.વ.22)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમનું બાઇક લઇને પત્ની અને ત્રણ સંતાનો સાથે અમરેલીથી મોટા આંકડીયા ગામે આવતા હતા ત્યારે સામેથી ફોર વ્હીલ આવતાં ભાર રીક્ષા ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેથી તેમનું બાઇક તેની સાથે અથડાયું હતું.  જેના કારણે બાઇકમાં સવાર તમામ પડી ગયા હતા, જે પૈકી તેમના પુત્રનું મોત થયું હતું. અકસ્માત બાદ ભાર રીક્ષા ચાલક નાસી ગયો હતો.


બોટાદના ગઢડા તાલુકાના ગાળા ગામે પતિએ પત્નીની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. મૂળ રાજસ્થાનના અને ગાળા ગામે બ્લોક ફિટ કરવાની કામગીરી કરતા મજૂર ભીમાભાઈ ડામોરે તેની પત્ની ભાવનાબેનની હત્યા કરી હતી. સામાન્ય ઝઘડો થતાં પતિએ પત્નીને ત્રિકમના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતક મહિલાની ડેડ બોડીને પીએમ માટે ભાવનગર ખસેડી હતી. ગત મોડી રાત્રેના 1.30 કલા ની આસપાસ ઘટના બની હતી. પોલીસે ભીમાભાઈ ડામોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


ભાવનગર યુનિવર્સિટીના પેપર લીક મામલે મોટો ખુલાસો, જાણો કોના મોબાઇલમાંથી ફોટો થયો લીક?


ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, જી.એલ કાકડીયા કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલિત હેઠળ ચાલતી જી.એલ કાકડીયા કોલેજના અમિત ગાલાણીની અટકાયત કરી છે. અમિત ગાલાણી ઉપરાંત કાળીયાબીડ અને ભરતનગરના વિદ્યાર્થીઓની પણ પોલીસે અટકાયત કરી છે. જો કે ઇન્ચાર્જ પ્રિન્સિપાલે લુલો બચાવ કર્યો હતો કે વાલી સાથે વાત કરવા ફોન આપતા તેમાંથી વિદ્યાર્થીએ ફોટો વાયરલ કર્યો હતો.