Tourist Destination: ગુજરાતના વધુ એક સ્થળને પ્રવાસન તરીકે વિકસાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.  અમે વાત કરીએ રહ્યા છીએ ધરોઈ ડેમની. ધરોઈ ડેમની 1000 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાના પ્રવાસ સ્થળ તરીકે વિકસિત કરાશે. ધરોઈ ડેમની આગળની બાજુ સાબરમતી નદીના બંને કિનારે રિવરફ્રન્ટ બનાવામાં આવશે. સ્પીડબોટ સહિત વિવિધ વોટર સ્પોર્ટસ પ્રવૃતિ માટે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરિયા વિકસાવાશે. પ્રોજેકટ પાછળ 800થી 1000 કરોડનો ખર્ચ થશે. આ પોર્જેકટ બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં 650થી 700 કરોડનો ખર્ચ કરવામા આવશે. ધરોઈ ડેમ ખાતે 142 મીટર ઊંચાઇનો ઓબ્ઝવેશન ડેક પણ ત્યાર કરવામા આવશે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રવાસન સ્થળને વિકસાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.


 રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મોટી ભેટ
ગુજરાત સ્થાપના દિવસ પર રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કર્યો છે. રાજ્યના 9.38 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે. આ મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2021ની અસરથી આપવામાં આવશે.


ગુજરાતના સ્થાપના દિવસે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે આપી મોટી ભેટ આપી છે.  ભૂપેંદ્ર પટેલની સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. આ વધારો પહેલી જૂલાઈ 2021થી અમલી ગણાશે. જેથી કર્મચારીઓને દસ મહિનાનું એરિયર્સ બે હપ્તામાં ચુકવાશે.  પહેલો હપ્તો મે 2022 અને બીજો હપ્તો જૂન 2022ના ચુકવાશે. સરકારના આ નિર્ણયથી સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનરો મળી 9.38 લાખ લોકોને ફાયદો થશે. મોંઘવારી ભથ્થાના વધારાના કારણે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1 હજાર 217 કરોડનો બોજો પડશે. 


આગ ઝરતી ગરમીથી શેકાયું ગુજરાત, અમદાવાદ સહિત 6 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર


રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.    7 મેથી તાપમાન 45 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી છે.  આજે અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.  સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે.  એપ્રિલ મહિનામાં તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.  મે મહિનામાં ગરમીનો પારો હજુ વધવાની હવામાન વિભાગની આગાહી છે.