મહેસાણાઃ મહેસાણાના ભાન્ડુ ગામના પાટીયા પાસે ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને ટક્કર મારી હતી. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના ભાન્ડુ ગામના પાટીયા પાસે ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. ઇકો કારની ટક્કરથી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા.
અકસ્માત બાદ મુસાફરો ભરેલી ઇકો કારને મુકીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. મહેસાણા જિલ્લામાં વાહન ચાલકો બેફામ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવાના સવાલો ઉઠી રહ્યા છે.
Gujarat: યુવતીએ નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની કરી નાખી હત્યા અને પછી....
છોટાઉદેપુર: જેતપુરપાવી તાલુકામાં ગત સપ્તાહમાં તેજગઢ પાસે રાયપુર કેનાલમાંથી મળેલા મૃતદેહને લઈ હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને લઈને ચોંકવાનારો ખુલાસો થતાં પોલીસે પ્રેમીકા અને નવા પ્રેમીની ધરપકડ કરી છે.
પોલીસ મુજબ મોટી દુમાલીના 27 વર્ષીય યુવાન નિલેશભાઈ ઈસાકભાઈનોનો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તારીખ 26 એપ્રિલ 2023ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતે મોત થયું હોવાની નોંધ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં અઠવાડિયા પહેલા તેજગઢ પાસે આવેલી રાયપુર કેનાલ પાસેથી એક મૃતદેહ મળ્યો હતો. જેમાં યુવકની હત્યા કરીને લાશને પાણીમાં ફેંકી દેવાઈ હોવાના પ્રાથમિક અંદાજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે સમગ્ર હત્યામાં આરોપી બીજુ કોઈ નહીં પરંતુ યુવકની પ્રેમિકા જ હોવાનું સામે આવ્યું છે.
યુવતીએ પોતાના નવા પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી. પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડ્યા છે. તો એક બાળકના પિતા અને પરિવારનું ગુજરાન ચલાવનાર નિલેશ રાઠવાની હત્યાથી મોટી દુમાલી ગામે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિજનો આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે
જુગાર ક્લબમાં તોડકાંડ, ક્રાઈમ બ્રાંચના PI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ
પોરબંદર નજીકના ઓડદર ગામેથી ઝડપાયેલા જુગારધામ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંચના PI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા પોરબંદર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં PI હાર્દિક શ્રીમાળી અને હેડ કોન્સ્ટેબલ હરેશ આહીરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે તપાસ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા દ્વારા વેરાવળ એસપીને સોંપવામાં આવી હતી