મહેસાણા:  મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઈ છે.  મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  ઊંઝાના દાસજ ગામ નજીક નકલી જીરું બનતું હતું.  મોટી માત્રામાં નકલી જીરુનો જથ્થો પકડાયો છે.  હાલ નકલી જીરુના જથ્થાની ગણતરી ચાલુ છે. 


ફૂડ વિભાગે ઊંઝાના ગંગાપુરા રોડ પર એક નકલી શંકાસ્પદ જીરુનો  જથ્થો ઝડપી પાડ્યો છે. નકલી જીરુંના શંકાસ્પદ જથ્થાને ઝડપી લઈને આ અંગે તપાસની શરુઆત ફૂડ વિભાગે શરુ કરી છે. ફૂડ વિભાગનો દરોડો પડતા શેડમાં ચાલતી ફેક્ટરીના માલિકે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, આ જીરુનો જથ્થો નથી.


જીરુંની જેમ જ દેખાઈ રહેલ જથ્થાને ફૂડ વિભાગે જપ્ત કરીને તેના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ જથ્થો બહાર વેચવામાં આવતો હતો અને કોને વેચવામાં આવતો હતો એ અંગે પણ તપાસ શરુ કરી છે. 


નકલી જીરુના આ જથ્થાને લઈ માલિકે કહ્યુ હતુ કે, આ જથ્થો પશુઆહાર છે અને તેઓ તેને વેચતા પણ હતા. આમ હવે ફૂડ વિભાગ માટે સવાલ એ છે કે, પશુ આહારનો દાવો પોકળ છે અને જીરુ નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા એ અંગે તપાસ કરવામાં આવશે. 


મહેસાણાનાં બહુચરાજીમાં ધોરણ-12માં અભ્યાસ કરતાં યુવકનું હાર્ટ એટેકથી મોત


રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. મહેસાણાના બહુચરાજીના મંડાલી ગામે 17 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. ધોરણ-12 માં અભ્યાસ કરતાં સેધાભાઈ રબારી નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. રાતે સુતો હતો ત્યારે અચાનક એટેક આવ્યો હતો. નાના ગામમાં યુવાનને એટેક આવતાં લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી.


હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા જારી કરાયેલા નવા આંકડા મુજબ, પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસમાં 12.5%નો વધારો થયો છે. આવો જાણીએ શું કહે છે સરકારી આંકડા અને હાર્ટ એટેકથી બચવા શું કરવું...