હિંમતનગરઃ ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના વધુ એક જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નોવેલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વોર્ડ બોયને કોરોના પોઝિટિવ આવ્યો છે. મૂળ રાજસ્થાનનો અને મેડિકલ ક્વાર્ટસમાં રહેતો હતો.

વોર્ડ બોય સાથે કામ કરતા સ્ટાફના 23થી વધુને ક્વોરેન્ટાઇન કરાયા છે. મોડી રાત્રે રિપોર્ટ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સાબરકાંઠા સાથે ગુજરાતમાં 15 જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 151એ પહોંચી છે.

કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ?

અમદાવાદ-64
સુરત- 17
વડોદરા - 10
રાજકોટ- 10
ગાંધીનગર - 13
ભાવનગર- 14
પાટણ- 5
પોરબંદર- 3
ગીર સોમનાથ - 2
કચ્છ- 2
મહેસાણા- 2
પંચમહાલ- 1
છોટાઉદેપુર - 1
જામનગર-1
સાબરકાંઠા- 1