મહેસાણાઃ ભારે વરસાદના કારણે ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદ, ધોળકા અને ખેડાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો પાલડી, જમાલપુર, રાયખડ, સુભાષબ્રિજ,જૂના વાડજ, એલિસબ્રિજ, ગ્યાસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદ રિવરફ્રંટના વોક વે પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ સિવાય ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર, વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડ અને સાથલ, તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વાસરંગ, નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થાય તેવી શક્યતાને પગલે નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહીં જવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
બીજી તરફ સુરતમાં પણ ભારે વરસાદના કારણે તબાહી મચી છે. સુરતમાં ખાડીપૂરના પાણીને ફરી એકવાર લોકોની મુશ્કેલી વધારી છે. લિંબાયત, પુણા, પર્વત પાટીયાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે માધવબાગ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. દુકાન અને ઘરોમાં પાણી ઘૂસી જવાના ડરથી સ્થાનિકો ચિંતામાં મુકાયા છે. ગોડાદરા વિસ્તારમાં સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઇ છે. પર્વત ગામમાં ખાડીના પાણી મકાનોમાં ઘૂસી ગયા છે અને પર્વત ગામ અને ગોડાદરા તરફનો રસ્તો જ બંધ થઈ ગયો છે. પર્વત પાટિયા વિસ્તારની નેમીનાથ સોસાયટીમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા. કડોદરા હાઈવે પર ટેક્સટાઈલ ગોડાઉનમાં પાણી ભરાયા હતા.
ઉપરવાસના ઈંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણીની છોડાતા સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.20 મીટર પર પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમમાં હાલ સાત લાખ 45 હજાર 631 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક સામે સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલીને પાંચ લાખ 62 હજાર 890 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....
ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...
LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?