મહેસાણા: ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયાએ ઉંઝામાં એક કાર્યક્રમમાં વસ્તી વધારો અને ખેતીની જમીન વેચવાને લઈ નિવેદન આફ્યું છે. તેમણે કહ્યું, વીઘે 50 લાખ મળે તો પણ જમીન રૂપે માને વેંચતા નહીં. વસ્તી સતત વધી રહી છે, ભોજન માટે દાણા ફેક્ટરીમાંથી આવશે નહીં. આ દાણા આપણા ખેતરોમાંથી જ પાકવાના છે.


ખેડૂતોને ઝીરો ટકે અપાતી લોન અંગે ઝડફિયાએ કહ્યું, અમને ખબર છે ઝીરો ટકે અપાતી લોનના એ જ પૈસા ગામડામાં 2 ટકે અપાઈ રહ્યા છે. આ બાબતની અમને ખબર છે છતાં ખેડૂત વધુ પગભર બને તે માટે અમે 0 ટકે લોન આપીએ છીએ.


ગુજરાતમાં એક પણ વ્યક્તિનું ઓક્સિજનની અછતના કારણે મોત ન થયું હોવાનું કહી સીએમ રૂપાણીએ શું કર્યો દાવો ?


કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન, દેશના ઘણા ભાગોમાંથી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીના મોતના કેસ નોંધાયા હતા. પરંતુ ગઈકાલે મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. જેને લઈ ગુજરાત સહિત દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


સીએમ રૂપાણીએ શું કહ્યું


જૂનાગઢમાં સીએમ રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં એક પણ વ્યક્તિનું ઓક્સિજન કમી ના કારણે મૃત્યુ થયું નથી. કોરોના દરમિયાન સાડા આઠ લાખ લોકોને સારવાર આપવામાં આવી. જેમાંથી સવા આઠ લાખ લોકો સારવાર લઈને પરત ફર્યા. વિપક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાથી આક્ષેપો કરે છે. વિદેશ કરતા ભારતમાં સારી સારવાર મળી હોવાનો દાવો  પણ તેમણે કર્યો હતો.


રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈ શું કહ્યું રૂપાણીએ


રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો રદ કરવાની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, કલેક્ટરે મેળો બંધ રાખવા અંગેનું ગઈકાલે જાહેરનામું બહાર પાડી દીધું છે. કોરોનાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ કોરોના ગયો નથી તેમ માનીને નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રનો લોકપ્રિય લોકમેળો કોરોના મહામારીના કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નહી યોજાય. રાજકોટમાં યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે  મેળો યોજવો સંભવ નથી. લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓ પણ યોજવા દેવામાં આવશે નહિ.