ડીસાઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધી થયેલા રસીકરણ (Coroan Vaccination)ની વાત કરીએ તો બનાસકાંઠા (Banaskantha) જિલ્લો રસીકરણમાં સૌથી મોખરે છે. જિલ્લાના 98 ટકા લોકોને રસી આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યારે 45થી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. એક જ મહિનામાં અધિકારીઓએ વ્યૂહરચના ઘડીને જિલ્લાના  આ વયજૂથના 6.17 લાખ લોકોની વસતિ સામે 6.04 લાખ કરતા વધુ લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દીધો છે. 


આ રસીકરણ માટે જિલ્લાના પ્રભારી સચિવ વિજય નેહરા (Vijay Nehra)નું માર્ગદર્શન ખૂબ જ મહત્વનું રહ્યું હતું. જે દિવસથી રસીકરણ શરૂ થાય તે દિવસથી મહત્તમ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ વ્યૂહરચના પ્રમાણે, આરોગ્યકર્મીઓ દ્વારા દૈનિક 50થી 55 હજારની સરેરાશથી રસીકરણ થાય તે લક્ષ્યાંક પાર પાડ્યું. રસીકરણ સફળ બનાવવા માટે ધાર્મિક ગુરુઓ, દૂધ મંડળીઓ, પંચાયત સભ્યો, સખી મંડળ, વ્યાપારી, એપીએમસી સહિતના લોકોને પ્રોત્સાહિત કર્યાં.


નોંધનીય છે કે, ગુજરાત રસીકરણના મામલામાં અગ્રેસર છે. દેશમાં ફક્ત 40 ટકાને રસી આપવામાં આવી છે, તેની સામે ગુજરાતમાં 55 ટકાને રસી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં 45થી વધુ વયના 55 ટકા લોકોને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. તેની સામે બનાસકાંઠામાં આ લક્ષ્યાંક 98 ટકા હાંસલ થયો છે. 


રસીકરણ માટે બે પ્રકારે વ્યૂહરચના ઘડવામાં આવી હતી. પહેલી રસીકરણ કેન્દ્રો પર સ્વયંભૂ આવે તેમને રસી આપવી. બીજું ગામે ગામ ફરીને જે રીતે બાળરોગો માટે રસીકરણ થાય છે, તે રીતે રસી આપવી. હજુ આગામી સમયમાં 18થી 45 વર્,ના લોકોને રસી આપવાની થશે, ત્યારે આ જ રીતે ઝડપથી કાર્ય થશે. 


રસીકરણની માટે બે પ્રકારનું આયોજન કારણભૂત રહ્યું. એક તો રસીકરણ કેન્દ્રો પર સ્વયંભૂ આવે તેમનું રસીકરણ કરવું. ઉપરાંત ગામે-ગામ ફરીને આરોગ્યકર્મીઓ જેમ બાળરોગો માટે રસી અપાય છે તેમ રસી આપતાં હતાં, જેથી આખું કામ સરળતાથી પાર પડ્યું. હજુ આગામી સમયમાં 18થી 45 વર્ષના લોકોને રસી આપવાની થશે ત્યારે આ જ રીતે ઝડપથી કાર્ય થશે.