મહેસાણાઃ ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ મનાતા કડીમા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.


કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. કડી નગરપાલિકામાં 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતી એ જોતાં ભાજપની બેઠકોમાં વધારો થયો છે.