બહુચરાજીના ડોડીવાડા ગામે વિજળી પડતા ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે. ગામના ત્રણ લોકો ઉપર વીજળી પડતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ગાજવીજ વરસાદ સાથે વીજળી પડવાની ઘટના બની રહી છે.
મહેસાણામાં સતત પડી રહેલા વરસાદે મહેસાણા શેહેરના મુખી રોડ સહિતના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. મહેસાણા શહેરમાં વહેલી સવારથી વરસાદ નું આગમન થઈ ગયું હતું અને શહેરના બી.કે. રોડ, નાગલપુર કોલેજ રોડ, મોઢેરા રોડ સહિત તમામ રોડ પર બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા હતાં.
રાધનપુર ચોકડી પાસે આવેલ ગોપીનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાયા છે.
મહેસાણા અને પાટણ જિલ્લામા પડી રહેલા ભારે વરસાદને લઇને NDRFની ટીમને સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે. ગાંધીનગર, મોરબી અને બનાસકાંઠામાં રહેલી કુલ 3 NDRF ની ટીમોને સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે. હાલ રાજ્યના અલગ-અલગ સ્થળો પર કુલ 13 NDRFની ટીમો ડિપ્લોઇડ રાખવામાં આવી છે.