ઇડરઃ સાબરકાંઠાના ઇડર શહેરમાં આવેલા પાવાપુરી જૈન મંદિરના બે જૈન મુનિઓએ લંપટલીલા આચરવાની ઘટનામાં પોલીસે ફરિયાદના આધારે બંને જૈન મુનિ ધરપકડ કરી હતી. આ પછી તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી જૈન મુનિ કલ્યાણ સાગર અને રાજતિલક સાગરના શરતી જામીન કોર્ટે મંજુર કર્યા છે. ઇડરની સ્થાનિક અદાલતે શરતી જામીન આપ્યા છે.


કોર્ટે ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર આરોપીઓને મુક્ત કરતી વખતે શરતો લાદી છે. તપાસમાં સહકાર આપવા તેમજ પુરાવા સાથે કોઈપણ પ્રકારના ચેડા નહીં કરવાની કોર્ટે શરત લાદી છે. પાસપોર્ટ ન હોય તો તે અંગેનું પ્રમાણ પત્ર કરવા કોર્ટે હુકમ કર્યો છે. આરોપીઓના સરનામા સહિતની વિગતો કોર્ટમાં રજુ કરવાની રહેશે.

પોલીસે છ અલગ અલગ મુદ્દાઓ ટાંકીને તપાસમાં આરોપીઓની હાજરી જરૂરી હોવાના કારણોસર ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો છે. પોલીસ તપાસમાં નવા તથ્યો અને હકીકતો બહાર આવે તો લંપટ મુનિઓની મુશ્કેલી વધી શકે છે.