મહેસાણા: વિસનગરમાં કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં મુસ્લિમ દીકરીનું હિન્દુ પરિવારે મામેરું ભરીને અનોખી પહેલ કરી છે. ખેરાલુ તાલુકાના ઉણાદ ગામના ચૌધરી પરિવારે મુસ્લિમ દીકરીનું મામેરું ભર્યું હતું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉણાદ ગામમાં છેલ્લા 20 વર્ષથી મનસુરી યુનુસભાઈનો પરિવાર વસવાટ કરે છે. યુનુસભાઈની દીકરી શબાનાના લગ્ન પ્રસંગે ચૌધરી નરેન્દ્ર વિરસંગભાઈના પરિવારે 1.11 લાખનું મામેરું ભર્યું હતું. શબાનાને મામા ન હોવાથી નરેન્દ્રભાઈ ચૌધરીને નાનપણથી જ મામા કહેતી હતી. નરેન્દ્રભાઈ ચૌધરીએ આજે દીકરીના લગ્ન પ્રસંગે મામેરું ભરી મામાની ફરજ નિભાવી હતી. વિસનગર હરિહર સેવા મંડળ ખાતે યોજાયેલા લગ્નમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું.


ભાજપ હિન્દુ અને મુસ્લિમ કરીને આ ચૂંટણી જીતવા માંગે છે


ગુજરાત ચૂંટણીને લઈ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય ચંદરજી ઠાકોરને એક વીડિયો વાયરલ થયો છે. તેને લઈ તેમણે પ્રતિક્રિયા આપી છે.


શું કહ્યું ચંદનજી ઠાકોરે

સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ થયેલા વીડિયો મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, સીએમ ઓફિસથી આ પ્રકારનો વીડિયો વાયરલ થાય એ દુઃખદ બાબત છે. આ વીડિયો એડિટ કરવામાં આવેલ છે અને તદ્દન ખોટો છે, શબ્દો એડિટ કર્યા  છે. જો મુખ્યમંત્રી કાર્યાલયથી આ વીડિયો વાયરલ કરવામાં આવે તો ભાજપ કેટલી હદ સુધી જઈ શકે છે. ભાજપ હંમેશા ભાઈ ભાઈ અને કોમ-કોમ વચ્ચે ઝઘડા કરાવે છે, ભાજપ હિન્દુ અને મુસ્લિમ કરીને આ ચૂંટણી જીતવા માંગે છે. ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે, અહીંના ઉમેદવારે ફોર્મ રદ્દ કરવા માટેના પ્રયાસ કર્યા હતા.


પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાશે ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરીને ફોર્મ પણ ભર્યું હતું. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની  જાહેરાત કરી કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. અપક્ષ ઉમેદવારી કર્યા બાદ સોમાભાઈએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. સોમાભાઈ પટેલ આજે ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કર્યો હતો.  ભાજપમાંથી ટિકિટ ન મળતા સોમા પટેલ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ભૂતકાળમાં સોમાં પટેલ સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સોમાભાઈ પટેલ કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.