મહેસાણાઃ મહેસાણાના કડી તાલુકાનું મેડા આદરજ ગામમાં સરકારી પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ ઘેનની 20 ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુસાઈડ નોટમાં શિક્ષિકાએ TPEO સહિત પોતાના સાથી શિક્ષકો પર પરેશાન કરતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર શિક્ષિકાને હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ ઘટના બાદ મેડા આદરજ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સિવાયના શિક્ષકો આજે શાળામાં ગેરહાજર રહ્યા હતા તો આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે, જે શિક્ષિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેમની વિરુદ્ધ ગ્રામજનોએ અરજી આપી હતી. જેની તપાસ ચાલી રહી છે.
સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે મોટા સમાચાર
રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં પહેલી જાન્યુઆરીથી વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ઘઉ, ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં વધારો કરવામાં આવ્યો છે. સંચાલકોના કમિશનરમાં રૂપિયા 1.92થી 125 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂપિયા 31 કરોડ તથા આગામી વર્ષે વાર્ષિક ખર્ચમાં 130 કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે. તો NFSA કાર્ડ ધારકોના હિતમાં પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. NFSA કાર્ડ ધારકોને હવે એક જ ભાવે તુવેરદાળ મળશે. અત્યાર સુધી કાર્ડ ધારકોને મળતી દાળના ભાવમાં વધઘટ થતી હતી. પરંતું હવે તમામ કાર્ડ ધારકોને 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જ તુવરેદાળ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.
તે સિવાય રાજ્યના NFSA કાર્ડ ધારકોને રૂપિયા 50 પ્રતિ કિલોના ફ્કિસ ભાવે તુવેર દાળ મળશે. NFSA કાર્ડ ધારકોના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જેનો સીધો લાભ 70 લાખ પરિવારને મળશે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવતા પરિવારને રાજ્ય સરકાર દર મહિને રાહત દરે કઠોળનું વિતરણ કરે છે. આ યોજના હેઠળ વિતરણ કરાતી તુવેર દાળના ભાવમાં સમયાંતરે બદલાતા હતા પરંતુ હવે રૂપિયા 50 પ્રતિકિલોના ફિક્સ ભાવે જ દાળનું વિતરણ કરાશે.
તો આ તરફ રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોના કમિશનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલનું વેચાણ કરતા દુકાનદારોના કમિશનમાં 1 રૂપિયા 92 પૈસાથી લઈને રૂપિયા 125 સુધીનો વધારો કરાયો છે.