Visnagar Dhuleti: મહેસાણાના વિસનગરમાં વર્ષો જૂની ખાસડા યુદ્ધની પરંપરા આજે પણ જીવંત છે. છેલ્લા ત્રણસો વર્ષથી આ જ રીતે હોળી યોજવાઈ છે.  સામાન્ય રીતે હોળીએ રંગોનો તહેવાર છે. પરંતુ અહીં અલગ રીતે રંગોનો તહેવાર ઉજવાઈ છે. વહેલી સવારે વિસનગર શહેરની મુખ્ય બજારમાં લોકો એકઠા થાય છે અને ત્યારબાદ બે ગ્રૂપ બની સામે ખાસડા ફેંકાય છે. અને જેને ખાસડું વાગે તેને નસીબદાર ગણાય છે અને તેનું આખું વર્ષ સારુ જાય તેવી માન્યતા છે. જો કે બદલતા સમયમાં ખાસડાની જગ્યાએ હવે રીંગણાએ લીધી છે અને એક બીજા પર રીંગણ મારી આ તહેવાર ઉજવાય છે.




મહેસાણા વિસનગર ખાતે ધુળેટીના દિવસે યોજાય છે ખાસડા યુદ્ધ વર્ષોની પરંપરા આજે પણ શહેરમાં યથાવત છે. તમે જશો તો પ્રથમ નજરે લાગશે કે અહીં કોઈ પથ્થરમારો થઈ ગયો છે પરંતુ આ છે ધુળેટીનો પર્વની ઉજવણી. મહેસાણાના વિસનગર શહેરમાં છેલ્લા ત્રણસો વર્ષથી આ જ રીતે હોળી યોજવાઈ છે.




સામાન્ય રીતે હોળી એ રંગોનો તહેવાર છે પરંતુ અહીં અલગ રિતે રંગો નો તહેવાર ઉજવાઈ છે. વહેલી સવારે વિસનગર શહેરની મુખ્ય બજારમાં લોકો એકઠા થાય છે અને ત્યાર બાદ બે ગ્રૂપ બની સામે સામે ખાસડા ફેંકાય છે અને જેને ખાસડું વાગે તેને નસીબદાર ગણાય છે અને તેનું આખું વર્ષ સારુ જાય તેવી માન્યતા છે. જો કે બદલતા સમય માં ખાસડા ની જગ્યાએ હવે રીંગણએ લીધી છે અને એક બીજા પર રીંગણ મારી આ તહેવાર ઉજવાય છે.