Mehsana Clash News: મહેસાણામાં ફરી એકવાર સોસાયટીના રસ્તાંઓ પર અવરજવરને લઇને વિવાદ સર્જાયો છે, આ વિવાદ એટલો વધી ગયો કે, બન્ને સોસાયટીના લોકો એકબીજાની સામે મારામારી પર ઉતરી આવ્યા હતા, જેમાં ચાર મહિલાઓને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં આવેલા નાની કડી ગામમાં આ મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં સુલભ અને રાજેશ્વરી સોસાયટીના રહીશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રસ્તાંને લઇને વિવાદ ચાલી રહ્યો છે, જે આજે વધી ગયો અને રસ્તાના વિવાદમાં બંન્ને સોસાયટીના રહીશો અને મહિલાઓ આમને સામને આવી ગયા, જેમાં ચાર મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા છે. આ સમગ્ર ઘટના અંગે કડી પોલીસે તપાસ હાથ ધરી છે. 


સગીરાને નોકરીની લાલચે દેહવેપારમાં ધકેલી,  15 લોકોએ હવસ સંતોષી, અશ્લીલ ડાન્સ કરાવતા


સુરતના અમરોલી વિસ્તારમાંથી માનવ તસ્કરી અને સેકસ રેકેટનો પર્દાફાશ થયો છે. ધાગા કટિંગનું કામ કરતી સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાનું કહી અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ રાજસ્થાન ખાતે લઈ જઈ દેહવેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ નાગોર જિલ્લાના એક હોટેલમાં લઈ ગયા બાદ ટૂંકા વસ્ત્રો પહેરાવી અશ્લીલ ડાન્સ પણ કરાવવામાં આવ્યો હતો. જેમાં 15 જેટલા લોકોએ પોતાની હવસ સંતોષી હતી. સગીરાના અપહરણ અને તેણીને   દેહવેપારના ધંધામાં ધકેલવામાં આવી હોવાની હકીકત પરિવારજનોએ અમરોલી પોલીસને કરતા હોટેલ માલિક સહિત છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


સુરતમાં માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો સુરતની અમરોલી પોલીસે પર્દાફાશ કરી મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી. અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર,અમરોલી પોલીસ મથકની હદમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરી ધાગા કટિંગ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે. છ માસ અગાઉ સગીરા પોતાના માતા-પિતા જોડે ટ્રેન મારફતે વડોદરાથી સુરત આવી રહી હતી. જે દરમ્યાન રેલવેમાં સગીરાનો સંપર્ક મુસ્લિમ મહિલા જોડે થયો હતો. મહિલાએ પોતાની ઓળખ હિંદુ તરીકે આપી સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાની લોભામણી લાલચ આપી હતી. જ્યાં બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ-લે પણ થઈ હતી.


છ માસ બાદ મોનિરા ખાતુન અને મોહિલા મુલ્લાએ 8મી માર્ચના રોજ સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાના નામે અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા. જ્યાં તેણીને દેહવેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. આ દરમિયાન પોતાની ગુમ બાળકીને દેહવેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હોવાની માહિતી મળતા પરિવારે અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન અમરોલી પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદ ખાતેથી એક મહિલા સહિત હોટેલ માલિક મળી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જે ગુનામાં ફરાર અન્ય આરોપીઓની શોધખોળ આદરી હતી. અમરોલી પોલીસે મોનીરા ખાતુન ઉર્ફે જ્યોતિ શાકીલ હલદર,માસ્ટર માઈન્ડ સૈદુલ મોલ્લા મુનાબબાર મોલ્લા સાલોમ, તેની પત્ની મોહિમા મોલ્લા ઉર્ફે રિયા સહિત રાહુલ ટેલર, સમીર કુરેશી અને આરીફ ખાન ની ધરપકડ કરવામાં આવી છે.


તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અમરોલી પોલીસ દ્વારા આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી 21 માર્ચ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જે રિમાન્ડ દરમિયાન પ્રાથમિક પૂછપરછ માં જાણવા મળ્યું છે કે આરોપીઓ દ્વારા સગીરાને દેહવેપારમાં ધકેલી નાગોર જિલ્લામાં આવેલી દેગાણાની એક હોટલમાં મેનેજરની સાંઠગાંઠમાં ગ્રાહકોને મોકલાવી દેહ-વિક્રિયનો ધંધો કરાવવામાં આવ્યો હતો. જેમાં 15 જેટલા લોકો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 



ચોંકાવનારી બાબતો એ બનીને સામે આવી છે કે સગીરાને ટૂંકા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. જેમાં અશ્લીલ ડાન્સ કરાવી મોબાઇલમાં વિડીયો પણ ઉતારવામાં આવ્યા હતા. જે હકીકતના આધારે પોલીસે મોબાઈલ અને સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. આરોપીઓ દ્વારા સગીરાને મહિને 30 હજાર રૂપિયા જેટલી કમાણીની લાલચ આપી બ્યુટી પાર્લરમાં કામ આપવાના બહાને અપહરણ કરાયું હોવાનું બહાર આવ્યું હતું.


જે બાદ તેણીને આ દેહવેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. જેથી હોટલના માલિક મેનેજર સહિતના શખ્સો વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે આરોપીઓ દ્વારા અન્ય યુવતીઓને પણ આ પ્રકારે જાળમાં ફસાવી દેહવેપારના ધંધામાં ધકેલવામાં આવી છે. આરોપીઓ દ્વારા પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી યુવતીઓને પોતાની જાળમાં ફસાવવામાં આવે છે. આ તમામ શક્યતાઓના પગલે અમરોલી પોલીસે આ માનવ તસ્કરી અને સેક્સ રેકેટ કાંડમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.