મહેસાણા: વિજાપુર ખાતે ભાજપના નેતાઓ દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલના શક્તિ પ્રદર્શન બાદ હવે વર્તમાન ધારાસભ્યએ શક્તિ પ્રદર્શન કર્યું છે. તિરંગા યાત્રાના ભાગરૂપે 1 કિમી લાંબી રેલી યોજી હતી. જો કે આ રેલીની શરૂઆતમાં ભાજપના ધારાસભ્યના વિરોધી જૂથની ગેરહાજરી આંખે ઉડીને સામે આવી હતી. પીઆઈ પટેલની સભામાં હાજર રહેલા ભાજપ નેતાઓની ગેરહાજરી સૂચક માનવામાં આવી હતી. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ સભામાં ઉપસ્થિત રહયા હતા.
વિજાપુર ભાજપ તિરંગા યાત્રામાં ભાજપનું બીજું જૂથ પણ આખરે પહોંચતા બીજેપીમાં ચાલતા જૂથવાદ પર હાલમાં વિરામ મૂકાયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પીઆઇ પટેલ, નીતિન પટેલ સહીત તમામ ભાજપ નેતાઓ સભા સ્થળે પહોંચ્યા હતા. નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા ભાજપના એક જૂથે તિરંગા યાત્રાના નામે એક સભા અને રેલીનું આયોજન કર્યું હતું જેમા વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલને આમંત્રણ અપાયું નહોતું. જેથી હવે આજે ધારાસભ્ય રમણ પટેલના નેજા હેઠળ ભાજપની નીકળેલ તિરંગા યાત્રામાં પીઆઇ પટેલનું ગ્રુપ પણ હાજર રહેતા લોકો ચોંકી ગયા હતા. ભાજપના આંતરીક વિવાદ વચ્ચે બંને જૂથ એક સાથે સભામા હાજર રહ્યા હતા. વિજાપુરના
ગુજરાતમાં ઠેર ઠેર તિરંગાયાત્રાનું આયોજન
આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ તાલુકાના સુખપર ગામના સ્વામિનારાયણની શંખયોગી બહેનો દ્વારા યોજવામાં આવી તિરંગા રેલી. સુખપર ગામના બહેનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. સુખપર સ્વામિનારાયણ મંદિરથી નીકળી તિરંગા યાત્રા.
રાજકોટના ઘંટેશ્વર SDRFની ટિમ દ્રારા દિલધડક રીતે રાષ્ટ્રીધ્વજ લહેરવામાં આવ્યો. આજી ડેમમાં ધુધવાતા અને કડકાળતા ઠંડા પાણીમાં જવાનો ઉતરી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. જવાનો 20 ફૂટ કરતા ઊંડા પાણીમાં ઉતરી દેશભક્તિના રંગ બતાવ્યા. SDRF જવાનો દ્રારા બોટમાં તિરંગા લહેરાવી અવનવા કરતબો બતાવ્યા હતા. ઘંટેશ્વર એસઆરપી કેમ્પના જવાનોમાં જબરજસ્ત દિલધડક કરતબો કર્યા.
75માં આઝાદી અમૃત મહોત્સવ હેઠળ સી.આર.પાટીલ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. મોટેરા સ્થિત સ્વસ્તિક શિક્ષણ સંકુલના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ હાજર રહેશે. 421 ફૂટ લંબાઈ અને 6 ફૂટ પહોળા તિરંગા સાથે વિદ્યાર્થીઓ યાત્રા કાઢશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ યાત્રાને પ્રસ્થાન કરાવશે.
વલસાડ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ઉત્સાહનો માહોલ છે. વાપીમાં નાણામંત્રીના હસ્તે જિલ્લાનો સૌથી ઉંચો તિરંગો ફરકાવશે. નાણામંત્રી કનુ દેસાઈ 100 ફૂટ ઊંચા તિરંગા ફરકાવશે. વરસતા વરસાદમાં અસંખ્ય લોકો જોડાયા હતા. વરસતા વરસાદમાં પોલીસ જવાનો અને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વાપીની બજારમાં ભવ્ય રંગારંગ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.