પાલનપુરઃ બનાસકાંઠામાં માનવતા નથી મરી એનું ઉત્તમ ઉદારણ જોવા મળ્યું છે. સુઇ ગામના રાજપૂત ધનાભાઈએ પોતાને મળેલ 1,50,000 રૂપિયાનું પાકીટ મૂળ માલિકને પરત કરીને માનવતા દેખાડી છે. રસ્તામાંથી મળેલ રકમ મનસુખભાઈ માળીને પરત કરતાં ગામ લોકો અને મનસુખભાઇએ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

સરહદીય પંથકમાં આવી માનવતા દાખવેલ યુવાનની પ્રશંસાના વીડિયો વાયરલ થયાં છે. સવારે આઠ વાગ્યે મનસુખભાઈ માળીના 1.5 લાખ રૂપિયા દૂધની ડેરી અને ગ્રામ પંચાયત વચ્ચે ખોવાયા હતા. જે ધનાભાઈને મળ્યા હતા. રાજપુત સમાજના વોટ્સએપ ગ્રુપમાં રાજપૂતભાઈએ આ પૈસા વિશે લખતા ધનાભાઈએ મનસુખભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, ભાઈ રાજેશ્વર મંદિરેથી ગાયોને રોટલા નાંખીને ઘેર જતો હતો, તત્યારે રસ્તામાં મને પૈસા મળેલ છે. હું મંગળદદાસન દુકાને આવીને પૈસા આપ દઉં છું.