ઉત્તર ગુજરાતમાં કોરોનાના વિસ્ફોટને પગલે કોણે કરી લોકોને સ્વયંભૂ લોકડાઉની અપીલ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Nov 2020 11:32 AM (IST)
જરૂરિયાતવાળા દર્દીઓને બેડ અને સારવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે. દિવાળી બાદ વધતા કેસોને લઈને સ્વયંભુ લોકડાઉનનું પાલન કરવા અપીલ કરી છે.
સાબરકાંઠાઃ દિવાળી પછી ઉત્તર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ખેડબ્રહ્મા બ્રાંચે જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરી છે. IMAખેડબ્રમ્હા બ્રાંચે કોરોનાના વધતાં કેસોને લઈને જિલ્લાના લોકોને અપીલ કરી છે. જિલ્લામાં કોરોનાની સારવાર આપતા દાવાખાનાન બેડ ફુલ થઈ રહ્યા હોવાનો દાવો કરાયો છે. જરૂરિયાતવાળા દર્દીઓને બેડ અને સારવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે. દિવાળી બાદ વધતા કેસોને લઈને સ્વયંભુ લોકડાઉનનું પાલન કરવા અપીલ કરી છે. કારણ વગર ઘરની બહાર ન નિકળવા પણ અપીલ કરી છે. ઘરમાં પણ કારણ વગર સભ્યો એકઠા ન થવા અપીલ કરી છે. સમાજ કુંટુંબમાં આવેલા કોરોનાના કેસને સંતાડો નહીં, તેની માહિતી જવાબદાર અધિકારીને આપો.