વિસનગરઃ ગુજરાતમાં કોરોનાના કાળ વચ્ચે દિવાળીની ઉજવણી લોકો કરી રહ્યા છે. ત્યારે દિવાળીના દિવસે જ મહેસાણા જિલ્લાના વિસનગરમાં દિવાળીના દિવસે જ હંગામો મચી ગયો હતો. આજે વહેલી સવારે વિસનગરમાં ગોવિંદ ચકલા વિસ્તારમાં વસુંધરા સોસાયટીના નાકે એક વ્યક્તિએ શોલે ફિલ્મની યાદ તાજી કરાવી હતી.

એક વ્યક્તિ વીજ થાભલા ઉપર ચઢી ગયો હતો અને વારંવાર કહેવા છતાં વીજ થાંભલા પરથી વ્યક્તિએ ઉતરવાનો ઇનકાર કરી દીધો હતો. વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી વ્યક્તિને નીચે ઉતારવા ક્રેન બોલાવી હતી. પછી આ વ્યક્તિને નીચે ઉતારવામાં આવી હતી. આ ઘટના જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.