મહેસાણાઃ ગઈ કાલે સતલાસણા તાલુકાના તારંગા હિલના જંગલમાંથી યુવક-યુવતી અને ત્રણ વર્ષીય બાળકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ લાશો મુદ્દે મોટો ધડાકો થયો છે. યુવક-યુવતી અને બાળક ખેરાલુના હોવાનું સામે આવ્યું છે, તેમજ યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પ્રેમપ્રકરણમાં યુવક-યુવતીએ બાળક સાથે આપઘાત કરી લીધો હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે ગઈ કાલે તારંગા હિલના જંગલ વિસ્તારમાંથી ત્રણ લોકોની લાશ મળી આવી હતી. જગલમાં રહેતી એક વ્યક્તિએ ત્રણ વ્યક્તિઓની લાશો નજરે જોઈ હતી ,જેથી સતલાસણા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તરત ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતાં બાળક, મહિલા અને પુરુષની લાશ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલા અને પુરુષ બંને ખેરાલુના રહેવાસી હતા અને સોમવારે સવારે ખેરાલુથી રિક્ષા લઈ નીકળ્યા હતા. તેમજ બાળક મહિલાનું હોવાનું સામે આવ્યું છે. પરણિત મહિલા અને પુરુષ પ્રેમ કરતાં હોઈ સોમવારની રાતે ખેરાલુથી નીકળેલ અને મહિલાએ પોતાનું ત્રણ વર્ષનું બાળક પણ સાથે લાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પુરુષ અને મહિલાએ ઝેરી દવા જાતે જ પીધેલ અને બાળકને પીવડાવમાં આવેલ જેથી તેમનું મોત થયું છે. જોકે, હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ સરુ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે તો સમય બતાવશે.
મહેસાણાઃ તારંગા હિલમાં યુવક-યુવતીએ ત્રણ વર્ષના બાળક સાથે કર્યો આપઘાત, શું થયો મોટો ખુલાસો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2020 02:13 PM (IST)
યુવક-યુવતી અને બાળક ખેરાલુના હોવાનું સામે આવ્યું છે, તેમજ યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -