લાલજી પટેલ CM કેજરીવાલને આપશે આવેદન પત્ર, પાટીદાર સમાજને લઈને વલણ સ્પષ્ટ કરવા કહેશે
abpasmita.in | 14 Oct 2016 09:19 PM (IST)
મહેસાણા: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી શુક્રવારથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ મહેસાણા જવા માટે રવાના થયા હતા. લાલજી પટેલ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આવેદન પત્ર પાઠવવામાં આવશે. લાલજી પટેલ દ્વારા મુખ્યમંત્રી કેજરીવાલને આવેદન પત્ર આપી પાટીદાર સમાજ માટેનું વલણ સ્પષ્ટ કરવામા આવશે. આ આવેદન પત્રમાં જો AAP ની સરકાર આવશે તો પાટીદાર સમાજ માટે શુ કરવામાં આવસે તેવા પ્રશ્ર્નો CM કેજરીવાલને પૂછવામાં આવ્યા છે.