પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરામાં ધાર્મિક પૂજાપાઠના નામે લોકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનામાં મંદિરમાંથી મૂર્તિ ઘરે લઈ જવાતાં લોકો ઉમટી પડ્યાં હતાં.


કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે દેશભરમાં હાલમાં લોકડાઉન જાહેર કરાયું છે. કોરોનાના ચેપ ના ફેલાય એટલા માટે ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવા સરકારે આદેશ આપ્યો છે. તેના કારણે દેશનાં તમામ મંદિરો સહિતનાં ધર્મસ્થાનોમાં પૂજાપાઠ તથા અન્ય ધાર્મિક પ્રવૃત્તિ બંધ રખાયા છે.

જો કે થરામાં જૈન દેરાસરમાંથી ભગવાનની મૂર્તિ ઘરે લઇ જઇ પૂજા કરાઈ રહી છે અને તેના કારણે લોકડાઉ મજાક બની ગયું છે. લોકડાઉનના સમયે મંદિર બંધ રાખવામાં આવ્યા ત્યારે લોકો મૂર્તિ ઘરે લઇ ગયા અને સોશિયલ ડિસ્ટમ્સિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ મૂર્તિની ઘરમાં પૂજા કરાઈ રહે છે અને ઘરમાં મૂર્તિની પૂજા કરવા લોકોની મોટી ભીડ જામે છે. ઘરમાં ભગવાનની મૂર્તિ રાખી પૂજા કરવા જૈન લોકો મોટા પ્રમાણમાં ઉમટે છે. તેમાં પણ ખાસ કરીને જૈન મહિલાઓ મોટી પ્રમાણમાં ભેગી થતાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જ થતું નથી.