મોડાસાઃ અરવલ્લીમાં પતિએ પત્નીના અન્ય પુરુષ સાથેના અનૈતિક સંબંધથી કંટાળી આપઘાત કરી લીધો છે. મોડાસાના શામપુરમાં પિતાએ બાળકો સાથે ઝેરી દવા પી લીધી હતી. જેમાં પાંચ વર્ષીય દીકરી અને પિતાનું મોત થયું છે. જ્યારે પુત્રનો બચાવ થયો છે. મૃતકે પત્નીના પર પુરુષ સાથે સબંધ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ અંગે મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતકનું નામ દીપસિંહ પરમાર હોવાનું સૂસાઇડ નોટમાંથી જાણવા મળ્યું છે. તેમણે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, તેમની પત્નીના તેમની સાથે બીજા લગ્ન છે. તેમની પત્નીના અગાઉના પતિથી તેમને ત્રણ સંતાનો છે. પતિના મોત પછી મહિલાએ તેમની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે સંતાનો થયા છે.