મહેસાણાઃ સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે પૂર્વ પ્રેમીથી કંટાળીને યુવતી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 22 વર્ષીય પરણીત યુવતીને પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હોવાથી પરણીતાને લાગી આવ્યું હતું અને જાતે સળગીને આપઘાત કરી લીધો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, 22 વર્ષીય પરિણીતાને લગ્ન પહેલા એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. જે તે સમયે આ યુવક સાથે યુવતીને સંબંધ પણ હતા. ત્યારે યુવકે અંગતપળોની કેટલીક તસવીરો લઈ લીધી હતી. બીજી તરફ યુવતીના લગ્ન થતાં તેણે યુવક સાથેના પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા. 


જોકે, પ્રેમી પ્રેમસંબંધ તોડવા તૈયાર નહોતો. યુવકે યુવતીની અંગતપળોની તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેને સંબંધ બાંધવા માટે ધમકી આપી રહ્યો હતો. ત્યારે યુવતી મળવા નહીં જાય તો પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરી દેશે તેવો તેને ડર પેશી ગયો હતો તેમજ આ જ ડરથી તેમણે ઘરે જાત જલાવીને આપઘાત કરી લીધો હતો. 22 વર્ષીય પરિણીતાને આપઘાત માટે મજબુર કરનાર પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Surat : યુવતી પ્રેમી સાથે ફરવા ગઈ, યુવકે પ્રેમિકાને કારમાં જ શારીરિક સંબંધની કરી માંગ, ને પછી તો...


સુરત : શહેરના અઠવાલાયન્સ વિસ્તારમાં કોલેજિયન યુવતીએ પ્રેમી સામે જ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે યુવકને જેલ ભેગો કરી દીધો છે. પ્રેમી સાથે ફરવા ગયેલી યુવતીને પ્રેમીએ કારમાં શારીરિક સંબંધની માંગ કરી હતી. જોકે, યુવતીએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરી દીધો હતો. 


પ્રેમિકાએ શારીરિક સંબંધ માટે ઇનકાર કરી દેતા પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ સંબંધ બાંધવા માટે  મનાઈ કરનાર પ્રેમિકાને પ્રેમીએ તમાચા મારી દીધા હતા. નોંધનીય છે કે, યુવતીને તેની જ કોલેજના સિનિયર વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ હતા. યુવતી પ્રેમી સાથે કારમાં ફરવા નીકળી હતી. પ્રેમીએ અઠવાલાઇન્સ વિસ્તારમાં કારની અંદર જ સંબંધ બનાવવાની માંગ કરી હતી. યુવતીએ સેક્સનો ઇનકાર કરતા પ્રેમીએ તમાચા માર્યા હતા. 


આખરે મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો હતો. ઉમરા પોલીસે પ્રેમીની અટકાયત કરી કાર્યવાહી આરંભી છે. યુવકની રવિવારે મોડીરાતે ધરપકડ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે, યુવક કોલેજમાં અભ્યાસ કરતો હતો અને હાલમાં તે માર્કેટમાં નોકરી કરે છે. તેના પિતા પર્વતપાટિયામાં કરિયાણાની દુકાન ચલાવે છે.


પોલીસે જણાવ્યું હતું કે, યુવકે પહેલી સપ્ટેમ્બરે 18 વર્ષની કોલેજીયન યુવતીને અઠવાલાઇન્સ પાસેથી કારમાં બેસાડી હતી. આ પછી તેની સાથે શારીરીક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. યુવતીએ ના પાડતા યુવકે તેને તમાચો મારી દીધો હતો. જેને લઈ યુવતીએ માતા સાથે આવી ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી.