Mehsana Babal News: મહેસાણામાં એક્ટિવા ચાલકે વૃદ્ધને માર માર્યાની ઘટના સામે આવી છે, જિલ્લાના કડી તાલુકામાં આ ઘટના ઘટી છે, રાહદારી વૃદ્ધે એક્ટિવા ચાલકને ધીમું હંકારવાનું કહેતા મામલો બિચક્યો હતો અને બાદમાં મારામારી પર પહોંચ્યો હતો. આ મામલે અત્યારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના કડીના નદાસણ ગામે ગઇકાલે મારામારીની એક વિચિત્ર ઘટના ઘટી હતી, ગામમાં એક યુવાન એક્ટિવ લઇને જઇ રહ્યો હતો, તે પુરપાટ ઝડપી એક્ટિવા હંકારી રહ્યો હતો, આ દરમિયાન રાહદારી વૃદ્ધે તેને એક્ટિવા ધીમુ હંકારવાનું કહેતા બબાલ થઇ હતી. બબાલ વધી જતાં એક્ટિવા ચાલકે વૃદ્ધ પર હુમલો કર્યો હતો, વૃદ્ધને લાકડીઓ વડે માર માર્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી શરૂ કરી છે.


11 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે નકલી ડિગ્રીથી નોકરી મેળવી, 10 વર્ષ નોકરી કરી અને હવે....


મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે.  આ કૌભાંડ નકલી ડિગ્રીના આધારે નોકરી મેળવવાનું છે. મહેસાણા જિલ્લામાં 11 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે નકલી ડિગ્રીના આધારે નોકરી મેળવી હતી. એટલું જ નહીં છેલ્લા 10 વર્ષથી ફરજ પણ બજાવતા હતા. આ હેલ્થ વર્કરની ડિગ્રી રાજ્ય બહારની યુનિવર્સિટીની હતી.


રાજ્ય વિકાસ કમિશ્નર કચેરીએ ડિગ્રીની તપાસ હાથ ધરી


જેને લઈ રાજ્ય વિકાસ કમિશ્નર કચેરીએ ડિગ્રીની તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ખુલ્યું કે, 11 હેલ્થ વર્કરની ડિગ્રી બોગસ છે. નકલી ડિગ્રીના સહારે નોકરી મેળવનાર 11 હેલ્થ વર્કર હાલ ખેરાલુ, વીજાપુર, વડનગર, ઊંઝા, બહુચરાજી, કડી અને સતલાસણા તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. હાલ આ 11 હેલ્થ વર્કરને જિલ્લા આરોગ્ય અધિકારીએ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે.આગામી સમયમાં આ હેલ્થ વર્કરને છૂટા કરવામાં આવશે. સાથોસાથ તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.


ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણાના આરોગ્ય કેન્દ્રમાં 10 વર્ષથી હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આ કર્મીઓને છૂટા કેમ ના કરવા એ અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેઓએ તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીઓની ડીગ્રીઓ પર નોકરી મેળવી હોવાનુ ધ્યાને આવ્યુ છે.


નકલી ડીગ્રીઓ સાથે નોકરી મેળવનાર હેલ્થ વર્કરના નામ


1 કલ્પેશકુમાર પ્રવિણસિંહ રાઠોડ
2 ચિરાગકુમાર ભરતભાઈ વ્યાસ
3 સંદીપકુમાર ઝાલા
4 રુચિત ચૌધરી
5 અજમલભાઈ પટેલ
6 ભુપેન્દ્રકુમાર મકવાણા
7 યોગેશ કુમાર પટેલ
8 ગૌતમકુમાર પ્રજાપતિ
9 સાગરભાઈ રાવળ
10 પ્રગ્નેશકુમાર પટેલ
11 ચિંતનકુમાર પટેલ 


કર્મચારીઓની ડિગ્રી નકલી હતી


ગાંધીનગર વિકાસ કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 કર્મચારીઓની ડિગ્રી નકલી હતી. આ કર્મચારીઓએ તમિલનાડુ, મણિપુર, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની યુનિવર્સિટીઓમાંથી નકલી ડિગ્રી મેળવી હોવાનું ખુલ્યું છે. વર્ષ 2011-12માં આ હેલ્થ વર્કરોની ભરતી કરવામાં આવી હતી. બાદમાં 8 મહિના પહેલા તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આ 11 હેલ્થ કર્મચારીઓની ડિગ્રી નકલી હોવાનું ખુલ્યું હતું. 


10 વર્ષથી 11 હેલ્થ વર્કરો ખોટી ડિગ્રી પર નોકરી કરતાં હોવાનું સામે આવ્યું હતું.  માર્ચ 2023માં શરૂ કરવામાં આવેલ તપાસમાં આ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક વિગતો મુજબ આ લોકોએ અન્ય રાજ્યોની યુનિવર્સિટીના નામથી નકલી ડિગ્રી મેળવી નોકરી મેળવી હતી.