મહેસાણાઃ મહેસાણા જિલ્લાના ભાજપના આગેવાન અરવિંદ પટેલ સામે મહિલા આગેવાન મમતાબેન પટેલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે. મમતાબેન પટેલે આક્ષેપ મૂક્યો છે કે,  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને હરાવવા માટે મહેસાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અરવિંદ પટેલે કામ કર્યું હતું. મમતાબેન પટેલે અરવિંદ પટેલ સામે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના આક્ષેપ મૂક્યા છે.


મમતાબેન પટેલનો આક્ષેપ છે કે, સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને હરાવવા અરવિંદ પટેલે કામ કર્યુ હતું. તાલુકા પંચાયતની મોટીદાઉ સીટના ભાજપના ઉમેદવાર મમતાબેન મહેશભાઈ પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર લખી ફરીયાદ કરી છે. જિલ્લા પંચાયતની દેદિયણ સીટ અને તાલુકા પંચાયતની મોટીદાઉ સીટ પરના ભાજપના ઉમેદવારને હરાવા ઉપપ્રમુખે કામ કર્યુ હોવાના આક્ષેપકરીને મમતાબેન પટેલે મહેસાણા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ અરવિંદ ભાઈ પટેલ સામે પક્ષ વિરૂધ્ધ પ્રવૃતિ બદલ પગલાં લેવા પાટીલને વિનંતી કરી છે. '