Mehsana Crime: રાજ્યમાં વધુ એક કેદી ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે, આ ઘટના આ વખતે મહેસાણા સબ જેલમાંથી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણાની સબ જેલમાં છેલ્લા કેટલાક સમયથી ભરણ પોષણ કેસમાં સજા ભોગવી રહેલો કેદી ફરાર થઇ ગયો છે. જેલ વ્યવસ્થા દ્વારા જ્યારે આ કેદીને જેલ સફાઇ કરવા માટે બહાર લાવવામાં આવ્યો હતો, તે સમયે આ કેદી તકનો લાભ ઉઠાવીને જેલમાંથી ફરાર થઇ ગયો હતો, આ કેદીનું નામ અમીતજી ઠાકર હોવાનું સામે આવ્યુ છે. કેદી અમીતજી ઠાકર આ રીતે જેલમાંથી ફરાર થઇ ગયો હોવાથી હવે મહેસાણા સબ જેલ તંત્ર અને સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. હવે કેદીને ફરીથી પકડવા માટે તંત્ર કામે લાગ્યું છે.


અગાઉ જેલમાંથી પકડાયો હતો ગાંજો 


ફરી એકવાર ગાંજો પકડાવવાની ઘટના સામે આવી છે, આ વખતે અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંજો પકડતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આજે એક કેદી પાસેથી મોટી માત્રામાં ગાંજો પકડાયો છે. આ ઘટના બાદ જેલ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. સાબરમતી જૂની જેલના મધ્ય ભાગમાંથી આ ગાંજો ઝડપાયો હતો, જેમાં પાકા કામના કેદી સંજય ગજેરા, જેનો નંબર છે 16824, પાસેથી પેપરમાં વાળેલો 1 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. ગાંજો પકડાયા બાદ રાણીપ પોલીસે કેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગાંજો પકડવવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.  


સબ જેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે થયું હતું ગેન્ગવૉર 


જેલમાં કેદીઓની મારમારીની ઘટનાઓ સામાન્ય રીતે બનતી જ રહે છે, પરંતુ કેદીઓ વચ્ચે જૂથ અથડામણ થવાની ઘટના ભાગ્યે જ બને છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના સબજેલમાં ઘટી છે, અહીં બે જૂથો વચ્ચે જોરદાર મારમારી થયાની ઘટનાથી જેલ તંત્ર દોડતુ થયુ છે. માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરની સબજેલ ફરીથી મારામારીની ઘટનાથી ચર્ચામાં આવી છે. સબજેલમાં સજા ભોગવી રહેલા કાચા કાચા કામના કેદીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, આ પછી મામલો ઉગ્ર બન્યો અને બે કેદીઓમાની લડાઇ બે જૂથોમાં ફેરવાઇ ગયો હતો, બે જૂથો વચ્ચે જેલમાં ગેન્ગવૉર જેવી ઘટના બની ગઇ હતી. આ ઘટના બાદ સેબજેલમાં LCB, SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલાને થાળે પાડ્યો હતો. ખાસ વાત છે કે, જ્યારે બે કેદીઓના જૂથો વચ્ચે મારામારીની ઘટના ઘટી ત્યારે સબજેલમાં જેલર સ્ટાફ હજાર હતો છતાં આ ઘટના ઘટી હતી.