Mehsana Crime News: મહેસાણામાં ફરી એકવાર જૂથ અથડામણની ઘટના સામે આવી છે, અહીં એક શખ્સે ગામમાં ગલ્લા પર બીડીની માંગ કરી હતી, જે ન મળતા મામલો મારામારી સુધી પહોંચ્યા અને બાદમાં જૂથ અથડામણ થઇ હતી. આ ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે, હાલમાં પોલીસે આ ઘટનાને લઇને ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી માહિતી પ્રમાણે, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર બાદ હવે મહેસાણામાં પણ એક નજીવી બાબતે જૂથ અથડામણની ઘટના સર્જાઇ છે. ખરેખરમાં વાત એમ છે કે, મહેસાણા જિલ્લાના કડીમાં આવેલા સૂરજ ગામે આ મામલે બિચક્યો હતો, સૂરજ ગામે એક શખ્સે ગામમાં ગલ્લા પર બીડી માંગી હતી, પરંતુ ગલ્લા વાળાએ તેને ઉધાર બીડી ના આપી બાદમાં બન્ને વચ્ચે બબાલ થઇ હતી. બાદમાં આ બન્ને વચ્ચેની બબાલ જૂથ અથડામણમાં પરિણમી હતી, બન્ને પક્ષો તરફથી સામસામે ભારે મારામારી થઇ હતી, જેમાં પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જૂથ અથડામણમાં ઘાયલ થયેલા પાંચેયને હાલમાં કડી હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જૂથ અથડામણ મામલે હાલમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ગોધરાકાંડનો બદલો લેવા આ મહિલા મંગાવ્યા હતા હથિયાર, 18 વર્ષથી હતી ફરાર, જાણો અપડેટ્સ
ગુજરાત ATSએ આજે છેલ્લા 18 વર્ષથી ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ અંજુમન કુરેશી નામની મહિલાની અમદાવાદના વટવા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો જાણીએ ગુજરાત ATSને આજે મોટી સફળતા મળી છે. આજે 18 વર્ષથી ફરાર વોન્ટેટ મહિલાની એટીએસે ધરપકડ કરી છે. આરોપી મહિલા અંજુમન કુરેશી 18 વર્ષથી ફરાર હતી, આજે ગુજરાત એટીએસે અમદાવાદ વટવા વિસ્તારથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, 2002માં થયેલ ગોધરા કાંડ બાદ બદલો લેવાની ઉદેશથી હથિયાર મંગાવવામાં આવ્યા હતા. જેમાં આરોપી મહિલાની ભૂમિકા હોવાથી મહિલાને 18 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાને એટીએએસે અમદાવાદના વટવા વિસ્તારથી ઝડપી પાડી છે.આર્મ્સ એક્ટ હેઠળ આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે, ઉલ્લેખનિય છે કે, આરોપી મહિલા અને તેના પતિ છેલ્લા 18 વર્ષથી ફરાર હતો.