ડીસાઃ ગુજરાતમાં આજથી ધોરણ 6 અને 8ની સ્કૂલો શરૂ થવાની છે, ત્યારે સ્કૂલો શરૂ થવાના દિવસે જ બનાસકાંઠામાં 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા તબક્કાવાર સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈ કાલે સાબરકાંઠામાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને પાંચ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પછી આજે બનાસકાંઠાના ડીસાની શાળામાં 11 કોરોનાના કેસો આવ્યા છે.
ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. બે શિક્ષકો અને નવ વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ આવ્યા છે. શાળાઓ ખુલતા જ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા શાળા 1 અઠવાડિયા માટે બંધ કરાઈ છે. શાળામાં 11 લોકો કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ છે.
11 મહિના બાદ આજથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થવા જઈ રહ્યા છે. શિક્ષકો પણ 11 મહિના બાદ બાળકોને ફરી સ્કૂલોમાં આવકારવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. બાળકોની સુરક્ષાને પગલે સ્કૂલોમાં થર્મલ ગન તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. સાથે જ દરરોજ બાળકો સ્કૂલે આવે તે પહેલા તમામ સ્કૂલને સેનિટાઈઝ પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસિસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે. સાથે જ જે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો કોરોના સંક્રમિત છે તેઓને સ્કૂલમાં એન્ટ્રી ન મળે તેનું સતત મોનેટરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સ્કૂલ બોર્ડની 362 સ્કૂલો આવેલી છે જેમાથી 300 સ્કૂલો તો માત્ર પૂર્વ વિસ્તારમાં જ આવેલી છે.
શાળા આજથી શરૂ થાય તે પહેલા જ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. સાબરકાંઠામાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને પાંચ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મળતી વિગતો પ્રમાણે, પ્રાંતિજની એક્સપેરીમેન્ટર હાઈસ્કૂલ અને સર્વોદય હાઈસ્કૂલના શિક્ષકો કોરોના પોઝિટીવ આવ્યા છે. આવતીકાલથી ધોરણ ૦૬ થી ૦૮ વર્ગો શરુ થાય તે પહેલા જ કોરોનાને લઈ ફફડાટ ફેલાયો છે.
પ્રાથમિક સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે ગુજરાતમાં ક્યાં 11 શિક્ષકો-વિદ્યાર્થીઓને લાગ્યો કોરોનોને ચેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Feb 2021 10:55 AM (IST)
ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. બે શિક્ષકો અને નવ વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ આવ્યા છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -