મહેસાણાઃ મહેસાણાનો યુવાન મર્સીડીઝ કાર ખરીદવા જતા ઠગાયો છે. અમદાવાદ સ્થિત એમરલ્ડ લક્ઝરી કાર એલ.એલ.પી.ના ડીરેક્ટર કનૈયા મનહરકુમાર ઠક્કર દ્વારા ઠગાઈ આચરવામાં આવી. મર્સીડીઝ S-Class 560 Maybach કાર આપવાનુ જણાવી આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કમાંથી રૂ.૧,૯૮,૦૦,૦૦૦/-  રૂપિયાની લોન મંજુર કરાવી ઉપાડી લીધી.


લોન મળ્યા બાદ કાર નહીં આપી આચરાઈ ઠગાઈ. કનૈયા મનહરકુમાર ઠક્કર (રહે.૯, શ્યામવિહાર બંગ્લોઝ, શ્રીધર ફાર્મની સામે, શીલજ રોડ) સામે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 



Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?
અમદાવાદઃ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની ચર્ચા અંગે abp અસ્મિતા પાસે એક્સકલુઝિવ માહિતી છે. પ્રિયંકા ગાંધી UPની તર્જ પર ગુજરાતમાં સક્રિય થઈ શકે. કોંગ્રેસના અગ્રણી નેતાઓ પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવા એકમત થયા છે. 11મી સપ્ટેમ્બર પહેલા ચૂંટણી લડવા ઇચ્છુક લોકોની દાવેદારી મંગાવવાનું નક્કી કરાયું.


સીટિંગ MLAએ દાવેદારી કરવાની જરૂર ન હોવાનું સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાએ કહ્યું. ઉમેદવારો ગુજરાત કોંગ્રેસ જ નક્કી કરે તેવો રમેશ ચેન્નીથલાએ આગ્રહ કર્યો. ઉમેદવાર નક્કી કરવા માટે અમારો કોઈ એજન્ડા નથી તેવું રઘુ શર્મા અને રમેશ ચેન્નીથલાનું સંયુક્ત નિવેદન. ઉમેદવાર નક્કી કરવાની સ્ક્રીનીંગ કમિટીની તમામ બેઠક ગુજરાતમાં જ મળશે.


અગાઉ સ્ક્રીનીંગ કમિટીની બેઠક દિલ્હીમાં જ મળતી હતી. મહિલાઓ અને યુવાઓને વધુમાવધું ચૂંટણી મેદાનમાં ઉતરવા અંગે નિર્ણય લેવાયો છે. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી માટે 21 તારીખ આસપાસ ફરી બેઠક મળશે. સોમવારે સ્ક્રીનીંગ અને પ્રદેશ ઇલેક્શન કમિટી સંયુક્ત મિટિંગ મળી હતી.


Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?
અમરેલીઃ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે. ગ્રેડ પે સહિત વિવિધ માંગને લઈ વનકર્મીઓ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય નહિ આપતા વનવિભાગના કર્મચારીઓ રાજયભરમાં આજે હડતાળ ઉપર છે. ધારી ગીર પુર, અમરેલી ડીવીઝન, શેત્રુંજી ડીવીઝનમાં ફોરેસ્ટર સહિત કર્મચારીઓ અચોક્કસ રજા ઉપર ઉતર્યા છે. 


250 ઉપરાંત કર્મચારીઓ કામગીરીનો આજે અચોક્કસની રજા ઉપર ઉતરતા સિંહો સહિત વન્યપ્રાણીઓ ઉપર જોખમ વધી શકે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલીમાં છે. સરકાર સામે કર્મચારીઓ નું વધુ એક આંદોલન થશે શરૂ. પગાર વધારાની માગ સાથે મધ્યાન ભોજન કર્મચારીઓએ કર્યું આંદોલનનું એલાન. કુકિંગ કોસ્ટ અને અનાજ જથ્થા મા વધારો કરવાની માગણી. પડતર માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો 15 સપ્ટેમ્બર થી આંદોલન શરૂ થશે.


રાજ્યમાં હાલ ઘણા સરકારી કર્મચારી પોતાની માગણીને લઈને આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. તો બીજી તરફ હવે રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલન સક્રિય થવાના એંધાણ છે. વીસીઇનું સ્થગિત થયેલ આંદોલન 8 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. સરકાર સાથેની મંત્રણા બાદ 8 મહિના થયા હોવા છતાંય ઉકેલ ન આવતા આંદોલન પાછું ચાલુ કરાશે.