મહેસાણાઃ પુદગામ ગણેશપુરામાં યુવક-યુવતીને પ્રેમલગ્ન કરવા ભારે પડી ગયા છે. પ્રેમલગ્ન કરનાર યુગલનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે. દૂધ, શાકભાજી, ખેતરનું પાણી સહિતની ચીઝ વસ્તુઓ આપવાનું બંધ કરી દીધું છે. યુવક યુવતી એક જ ગામના હોવાથી ગામ લોકોએ વિરોધ કર્યો. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવા પર ગ્રામજનોએ રોક લગાવી. બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી ગ્રામજનોએ બહિષ્કાર કર્યો.
યુવતીએ જણાવ્યું હતું કે, તેના પતિ અલગ જ્ઞાતિના હોવાથી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. તેમજ અમારી સાથેનો તમામ વ્યવહાર પણ તોડી નાંખ્યો છે. ખેતરમાં પાણી પણ આપતા નથી. રસ્તા પર નીકળીએ તો અપશબ્દો બોલે છે. જ્યારે છોકરાએ કહ્યું હતું કે, અમે લવ મેરેજ કર્યા ત્યારથી અમારો વિરોધ કરી રહ્યા છે. અમારું ઘર અને અમારા કાકા સહિતના પરિવારનો પણ બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં દુકાને વસ્તુ પણ આપતાં નથી. દૂધ મંડળી પર ઘી પણ નથી મળતી. અમે આ અંગે અમે સરપંચને પણ રજૂઆત કરી હતી. અહીંના પ્રમુખને પણ લેખિતમાં રજૂઆત કરી છે. અમે છેલ્લા સાત મહિનાથી કષ્ટ વેઠી રહ્યા છીએ. ગામના લોકો ગામ છોડીને જતું રહેવું પડશે, તેમ કહી રહ્યા છે. અમે આ અંગે એસપી સાહેબને અરજી આપી છે.
યુવકના પરિવારે કહ્યું કે, મારી ભત્રીજી અત્યારે ગર્ભવતી છે. અમારે દૂધ લેવા પણ વિસનગર જવું પડે છે. અમારા ચારેય ભાઈના પરિવારનો ગામ લોકોએ બહિષ્કાર કરેલો છે. નવરાત્રિમાં અમે ગરબા ગાવા ગયા હતા, તો અમને ગરબા ગાવા દીધા નહોતા.
Surat : 'લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો, તેની પત્ની સાથ આપતી'
સુરતઃ કાપોદ્રામાં એક યુવતીએ પ્રેમપ્રકરણમાં આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ આપઘાત પહેલા એક સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે મોટો ધડાકો કર્યો છે. યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારો સંબંધ એક યુવક સાથે હતો. હું અને તે ચાર વર્ષથી સંબંધમાં હતાં. લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. તે પહેલાંથી જ પરિણીત હતા, તેમ છતાં મેં તેની જોડે સંબંધ રાખ્યો. તેની પત્નીને અમારા સંબંધની માહિતી હતી, એમ છતાં એ મને અને પતિને સાથ આપતી હતી. હું આજે આ ખોટું પગલું ઉઠાવું છું, મારો ફાયદો ઉઠાવ્યો છે.
વધુમાં લખ્યું હતું કે તેની પત્ની અને તેણે મારી જિંદગી બરબાદ કરી નાખી, હું બધી રીતે હારી ગઈ છું. એટલે હું મરું તો મારી લાશ મારા ફેમિલીને આપતાં પહેલાં તેના ઘરે આપી આવજો. તો મારા આત્માને શાંતિ મળશે. વધારે માહિતી માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી લેવી. ગત રાત્રે હું ત્યાં અરજી કરી આવી છું. મારાં માતા-પિતા, ભાઈ-બહેનને બસ એટલું કહીશ કે હું ખોટી હતી એટલે ખોટું કર્યું, તે મને મારતો, મેન્ટલી હેરાન કરતો, જે હું સહન ન કરી શકી.
પોલીસે આ અંગે યુવક અને તેની પત્ની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૂળ ઉમરપાડાની યુવતી ભાણેજ સાથે રહેતી હતી. હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. ગત રોજ સવારે 10 વાગ્યા દરમિયાન યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં. પોલીસ યુવતીને સ્મિમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસને યુવતીના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.
યુવતીના આપઘાતની તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે યુવક અને તેની પત્ની સામે યુવતીને આતઘાત કરવા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધ્યો છે.