મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. કિરીટ પટેલ આત્મહત્યા કેસમાં કાર્યવાહીની માંગ સાથે પાટીદાર આગેવાનો મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે. લાંબા સમય બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદ કરશે.
ઉત્તર ગુજરાત PAASના આગેવાનો આજે મુખ્યમંત્રીને મળશેકિરીટભાઈ પટેલના મૃત્યુ બાદ કાર્યવાહી કરવાના મુદ્દે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે. જે નેતાઓ મુખ્યમંત્રીને મળવાના છે તેમાં કિરીટ પટેલ,પાટણ, લલીત વસોયા, લલીત કગથરા, નરેન્દ્ર પટેલ,મહેસાણા, અમીત પટેલ,જુનાગઢ, મનોજ પનારા,મોરબી, અતુલ પટેલ,અમદાવાદ, ધનજી પાટીદાર,ઊંઝા, દિલીપ સબાવા,બોટાદ, જેંતિકાકા પટેલ ,તેનપુર, અનિલ પટેલ, ઉત્પલ પટેલ,ગાંધીનગર, અમીત પટેલ,મહેસાણા, કેતન પટેલ,અમદાવાદનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે આ અગાઉ સરદાર પટેલ સેવાદળ-એસપીજી ગ્રુપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલને પત્ર લખ્યો હતો. પત્રમાં લગ્ન નોંધણીના નિયમમાં સુધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. લગ્નનું રજીસ્ટ્રેશન દીકરીના પિતાના ગામમાં થાય તેવો સુધારો કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે તે ગામમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ વિધિ ના થઈ હોય તો પણ રજીસ્ટ્રેશન થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લગ્ન નોંધણીમાં ફરજિયાત પોલીસ વેરિફિકેશનનો નિયમ દાખલ કરવા પણ રજૂઆત કરાઇ છે.