મહેસાણા: મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓનો ઉપવાસનો સાતમો દિવસ, થાળી વેલણ વગાડી કર્યું પ્રર્દશન
abpasmita.in | 18 Oct 2016 07:30 PM (IST)
મહેસાણા: મહેસાણામાં છેલ્લા ધણા સમથી મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્નારા આમરણાત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. આ મધ્યાહ્ન ભોજન આંદોલન નો આજે સાતમો દિવસ હતો. આ આંદોલનમાં જોડાયેલી પાટીદાર મહિલાઓએ થાળી વેલણ વગાડીને આજે પાતાનો વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારી મહિલાઓ દ્વારા જય સરદાર જય પાટીદાર નારા લગાવવામાં આવ્યા હતા. આંદોલનકારીઓ ના સમર્થન મા થાલી બેલન વગાડી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.