મહેસાણા: મહેસાણામાં મધ્યાહ્ન ભોજન યોજના નાં ઉપવાસ પર બેઠેલા મહિલા કર્મીઓની કેજરીવાલે મુલાકાત લીધી હતી. કેજરીવાલે કહ્યું કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થવી જોઇએ, તેમજ લઘુત્તમ વેતન માં પણ વધારો થવો જોઇયે.  કેજરીવાલે કહ્યું અમારી સરકારે 15 હજાર લઘુત્તમ વેતન કર્યું  છે. કેજરીવાલે કહ્યું કેન્દ્ર સરકારે એનાં અમલ માં અવરોધ પેદા કર્યો છે.  ભાજપ હોય કે કૉંગ્રેસ વોટ ગરીબો નાં નામે માંગે છે અને પછી તરફદારી ઉદ્યોગપતિઓ ની કરે છે. ઉપવાસી બહેનો ને ઉપવાસ છોડી તેમનુ સાંભળે એવી સરકાર લાવવા પ્રયત્નશીલ થવા કેજરીવાલે અપીલ કરી હતી.