મહેસાણાઃ સાણંદ તાલુકાની 30 વર્ષીય પરિણીત યુવતીને ફેસબૂક પર મહેસાણા તાલુકાના ખેરાલુના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને ફોન પર લાંબી લાંબી વાતો કરતાં હતા. યુવતી પ્રેમી વગર ન રહી શકતા પોતાન 5 વર્ષના પુત્રને લઈને પિયરથી પ્રેમી પહોંચી ગઈ હતી. જોકે, પોલીસે ચાર મહિના બાદ યુવતીને ખેરાલુથી ઝડપી તેના પતિને સોંપી છે.
પાટડી તાલુકાની યુવતીના 10 વર્ષ પહેલા સાણંદ તાલુકાના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી તેમને 5 વર્ષનો પુત્ર છે. યુવતી સાસરીમાં સ્માર્ટ ફોન રાખતી હતી. જેમાં ફેસબૂકનો પણ ઉપયોગ કરતી હતી. થોડા સમય પહેલા પરિણીતાને ફેસબૂક પર ખેરાલુના યુવક સાથે મિત્રતા થઈ હતી. તેમજ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પછી બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરતા બંને વાતચીત કરવા લાગ્યા હતા. જેને કારણે તેઓનો પ્રેમ વધુ ગાઢ બની ગયો હતો તેમજ યુવતીને તેના વગર ગમતું નહોતું.
દરમિયાન ગત 5 ફેબ્રુઆરીએ યુવતી પોતાના પિયર આવી હતી. અહીંથી ગત 7 ફેબ્રુઆરીએ પોતાના પુત્રને લઈ કોઇને કહ્યા વગર નીકળી ગઈ હતી. તેમજ પિયરથી પાટણ પહોંચી હતી. ત્યાંથી પ્રેમીને ફોન કરતાં તે તેને મહેસાણાના ખેરાલુ લઈ આવ્યો હતો. તેમજ તેની પત્ની તરીકે રાખવા લાગ્યો હતો. બીજી તરફ પરિણીતાના પરિવારે દસાડા પોલીસ સ્ટેશનમાં માતા-પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી. તેમજ મોબાઇલના લાઇવ લોકેશનને આધારે તપાસ કરતાં પરિણીતા ખેરાલુ હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે ત્યાંથી પરિણીતા અને તેના પુત્રનો કબ્જો લીધો હતો. તેમજ દસાડા પોલીસ સ્ટેશને લાવી તેના પતિને સોંપવામાં આવ્યા હતા.
Banaskantha : સ્કૂલ પાસેથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?
અમીરગઢઃ બનાસકાંઠા જિલ્લામાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવતીની હત્યા કરાયા પછી યુવતીની લાશ સ્કૂલ પાસે ફેંકી દીધી હોવાનું પોલીસનું અનુમાન છે. અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમીરગઢની મોડેલ સ્કૂલ પાસે યુવતીનો મૃતદેહ મળ્યો છે. શરીર પર ઘા મારેલ હાલતમા યુવતીનો મૃતદેહ મળ્યો છે. યુવતીની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું અનુમાન છે. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહનો કબ્જો લીધો છે.