મહેસાણા: મહેસાણા પાટણ હાઈવે પર અલોડા ગામ પાસે મિની બસને અકસ્માત નડતા બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ધટનામાં ઘટના સ્થળ પર જ 3 લોકોના મૃત્યું નિપજ્યા હતા, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ ઈજાગ્રસ્ત થયેલામાંથી ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.